, અમદાવાદની LM ફાર્મસી કોલેજે દિવસમાં એક જ વાર લઈ શકાય તેવી HIV-AIDSની દવા તૈયાર કરી
Advertisement
Advertisement
અમદાવાદની એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલના સહાયક પ્રોફેસર વિવેક ચાવડાએ પ્રો. પ્રફુલ ભારડિયા અને ડો.મોઈનુદ્દીન સોનીવાલાના માર્ગદર્શનથી HIV-AIDSના દર્દીઓ માટે ઝુડોવુડાઈન નામની દવા માટે પેટન્ટ ફાઈલ કરી છે.
આ અંગે પ્રો. વિવેક ચાવડાએ કહ્યું કે, આપણા દેશમાં 15થી 49 વર્ષના લોકોમાં એઈડ્સની તકલીફ વધુ જોવા મે છે. અમે પાંચ વર્ષની મહેનતના અંતે આ દવા તૈયાર કરી છે જેની પેટન્ટ ફાઈલ કરી છે. અત્યાર બજારમાં એઈડ્સને નિયંત્રિત કરી શકે તેવી દવાઓ થોડી ઘણી છે જે એક દિવસમાં ત્રણવાર લેવી પડે છે જેની આડઅસર પણ દર્દીઓમાં જોવા મળે છે. અમે તૈયાર કરેલી દવા હવે દર્દીઓને દિવસમાં એક જ વાર લેવી પડશે અને શરીરમાં આડઅસર જોવા મળશે નહીં. ઝિડોવુડાઈન એ એઆરટી થેરાપીનો એકભાગ છે. આ દવાથી એઈટ્સના દર્દીને ઘણી રાહત મળશે.
આ દવા કેપ્સુલ તરીકે તૈયાર કરવામાં આવી છે જે વ્યક્તિના જઠરમાં જઈને તરે છે અને ત્યાર પછી દર્દીના બ્લડમાં જઈને સમગ્ર શરીર પર તેની અસર જોવા મળે છે. આ દવાની અસર દર્દીને 72 કલાક સુધી અસર કરે છે સાથે કોઈ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી
Advertisement