શિમલા: હિમાચલ પ્રદેશમાં ચૂંટણી નજીક છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે સૌથી વધુ 62 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટની આશા લગાવીને બેઠેલા કેટલાક મોટા નેતાઓના નામ ગાયબ છે તો કેટલીક બેઠકો પણ બદલાઇ ગઇ છે. હવે કેટલીક જગ્યાએ પાર્ટીએ તે નેતાઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્મશાળામાં તો બળવો ખુલીને સામે આવી ગયો છે. ભાજપમાં બળવાના સૂરમાં કોંગ્રેસને પણ પોતાની માટે તક દેખાઇ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે પાર્ટી ભાજપના કેટલાક બળવાખોર નેતાઓને ટિકિટ આપી શકે છે, માટે બીજી યાદીની જાહેરાત ટાળવામાં આવી છે.
Advertisement
Advertisement
હિમાચલ પ્રદેશમાં સતત બીજી વખત સરકાર બનાવવા માટે મહેનત કરી રહેલ ભાજપ ભલે પરિવારવાદને લઇને કોંગ્રેસ પર સતત નિશાન સાધે છે પરંતુ પાર્ટીએ કેટલીક ટિકિટ પરિવારના આધાર પર આપી છે તો નવા ચહેરાને તક આપવા માટે કેટલાક વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. ભાજપે 5 મહિલાઓને ટિકિટ આપી છે તો 11 ઉમેદવાદ અનૂસૂચિત જાતિ અને 8 અનુસૂચિત જનજાતિના છે. 11 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે તો બે વર્તમાન મંત્રીઓની બેઠકમાં બદલાવ કરવામાં આવ્યો છે. એક મંત્રીને હટાવીને તેમના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં 19 નવા ચહેરા છે, જેમાંથી કેટલાક 2017માં કોંગ્રેસના ઉમેદવાર રહ્યા છે. ભાજપે કુલ્લૂ, રામપુરસ બરસર, હરોલી, દેહરા, જ્વાલાજી બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
ધર્મશાળામાં ખુલીને બળવો સામે આવ્યો
ધર્મશાળા બેઠક પર ભાજપે રાકેશ ચૌધરીને ટિકિટ આપી છે. ભાજપના રહેલા ચૌધરી 2019 પેટા ચૂંટણીમાં અપક્ષ તરીકે લડ્યા હતા અને પછી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. જૂનમાં ઘર વાપસી કરનારા રાકેશને ટિકિટ મળ્યા બાદ ભાજપના સ્થાનિક એકમે બળવો કર્યો છે. પાર્ટીના બ્લૉક ઓફિસ પર ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ નારેબાજી કરી હતી અને પાર્ટી નેતૃત્વને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. ભાજપ એસટી મોર્ચાના જિલ્લા અધ્યક્ષ વિપિન નેહરિયા આ પ્રદર્શનની આગેવાની કરી રહ્યા હતા, તેમણે કહ્યુ કે પાર્ટી કાર્યકર્તાઓને ચૌધરીને ટિકિટ આપવામાં આવવા પર આપત્તિ છે, તેમનું કહેવુ છે કે જો પાર્ટી વર્તમાન ધારાસભ્ય વિશાલ નેહરિયાને ટિકિટ આપવા નથી માંગતી તો કોઇ બીજા વફાદાર કાર્યકર્તાને તક આપવામાં આવે. વિપિને અહી સુધી કહ્યુ કે જો પાર્ટીએ ઉમેદવાર ના બદલ્યો તો તે 21 ઓક્ટોબરે અપક્ષ ઉમેદવાર તરીકે નોમિનેશન દાખલ કરી દેશે.
આ પણ વાંચો: કોણ છે કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને તેમની સામે શું છે પડકાર?
મંડીમાં ભાઇના વિરોધમાં બહેનનું રાજીનામુ
ધર્મશાળાની જેમ મંડીના ધર્મપુર વિધાનસભા બેઠકમાં પણ ટિકિટ વહેચણીને લઇને વિવાદ થયો છે. અહી મહેન્દ્ર ઠાકુરના પુત્ર રજત ઠઆકુરને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે પરંતુ રજત ઠાકુરની બહેન વંદના ઠાકુર જ તેમના વિરોધમાં ઉતરી આવ્યા છે. કહેવામાં આવે છે કે વંદના ગુલેરિયા પણ ટિકિટ માટે દાવેદાર હતા પણ તેમણે ટિકિટ મળી નહતી, જેનાથી તે પોતાના પિતા અને ભાઇથી નારાજ છે. ભાજપ મહિલા મોરચા મહામંત્રી વંદના ઠાકુરે તેમના ભાઇને ટિકિટ આપવાના વિરોધમાં પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે, તેમની સાથે જ સંગઠનની 55 અન્ય મહિલાઓએ પણ રાજીનામુ આપી દીધુ છે.
Advertisement