ગુજરાત એક્સક્લૂઝિવ: કર્ણાટકથી આવનાર 80 વર્ષિય નેતા મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત થયેલી અધ્યક્ષ પદની ચૂંટણીમાં તેમને શશિ થરૂરને હરાવ્યા.
Advertisement
Advertisement
17 ઓક્ટોબરમાં થયેલી ચૂંટણીમાં ખડગેને 7,897થી વધારે વોટ મળ્યા, જ્યારે થરૂરને 1,072 વોટોથી જ સંતોષ કરવો પડ્યો. તો આવો ખુબ જ સાધારણ પુષ્ઠભૂમિથી આવનારા ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બનવા સુધીની યાત્રા પર એક નજર નાંખીએ.
બીદરમાં થયો ખડગેનો જન્મ
મલ્લિકાર્જૂન ખડગેનું જન્મ 21 જૂલાઇ 1942માં બીદરમાં થયો હતો. તેમનું પ્રાથમિક અભ્યાસ ગુલબર્ગાના નૂતન શાળામાં થયું અને તેમને સરકારી કોલેજથી કાયદાની ડિગ્રી લીધી. તે કોલેજમાં મજૂર આંદોલન સાથે જોડાયેલા અને છાત્ર સંઘ મહાસચિવ બન્યા. પાછળથી તેઓ 1969માં કોંગ્રેસમાં આવીને ગુલબર્ગા કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ બન્યા અને 1972માં પ્રથમ ચૂંટણી લડ્યા. ખડગે નવ વખત ધારાસભ્ય અને બે વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે.
અત્યાર સુધી માત્ર એક જ ચૂંટણી હાર્યા છે
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા ખડગે 12 વખત ચૂંટણી (વિધાનસભા અને લોકસભા) લડ્યા છે, જેમાં તેમને માત્ર એક વખત જ હારનો સામનો કરવો પડ્યો છે. 2009માં તેઓ રેકોર્ડ નવમી વખત ધારાસભ્ય બનીને કર્ણાટક વિધાનસભામાં પહોંચ્યા હતા.
જગજીવન રામ પછી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર પહોંચનારા ખડગે બીજા દલિત નેતા છે. જગજીવન રામ 1970માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા અને બે વર્ષ સુધી આ પદ પર રહ્યાં.
અનેક પદો પર રહી ચૂક્યા છે ખડગે
રાજનીતિમાં પાંચ દશકાથી વધારેનો અનુભવ રાખનારા ખડગે અનેક પદો પર રહી ચૂક્યા છે. ખડગે હાલમાં કર્ણાટકથી રાજ્યસભા સાંસદ છે. તે ઉપરાંત તેઓ 16 ફેબ્રુઆરી, 2021થી લઈને 1 ઓક્ટોબર 2022 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે.
મનમોહન સિંહ સરકારમાં તેમને રેલ મંત્રાલયઅ અને શ્રમ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. ભાજપા સરકારમાં આવી તે પછી 2014થી 2019 સુધી તેઓ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા રહ્યાં હતા.
મજૂર સંગઠનના અનેક કેસ લડ્યા
એડવોકેટનો અભ્યાસ પૂરો કર્યા પછી ખડગેએ જૂનિયર વકીલ રહેતા મજૂર સંગઠનોના અનેક કેસ જીત્યા હતા. આગળ ચાલીને તેઓ પોતે મજૂર સંગઠનના નેતા બની ગયા. 1972માં પ્રથમ ચૂંટણી લડ્યાના એક વર્ષ પછી ખડગે ચૂંગી ઉન્મૂલન સમિતિના પ્રમુખ બન્યા અને સ્થાનિક એકમોમાં સુધારા માટે મહત્વપૂર્ણ ભલામણો કરી. પાછળથી રાજ્યના ચામડા વિકાસ નિગમની કમાન સંભાળતા તેમને અનેક મહત્વપૂર્ણ પગલાઓ ભર્યા.
1976માં બન્યા પ્રથમ વખત મંત્રી
1976માં ખડગે કર્ણાટકના પ્રાથમિક શિક્ષા મંત્રી બન્યા અને પોતાના કાર્યકાળમાં 16000 SC/ST અધ્યપકોની ભરતીનું બેકલોક પૂરુ કર્યું. આગે ચાલીને તેમને અલગ-અલગ મુખ્યમંત્રીઓની સરકારોમાં પંચાયતી રાજ અને ગ્રામણી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગોનું કાર્યભાર સંભાળ્યું. તેમના મંત્રી રહેતા અનેક જમીન લગતા સુધારણા કરવામાં આવ્યા.
ખડગેએ વીરપ્પા મોઈલી અને એસએમ કૃષ્ણાની સરકારો દરમિયાન પણ મહત્વપૂર્ણ વિભાગોની કમાન સંભાળી હતી.
નવા કોંગ્રેસ અધ્યક્ષ સામે હશે પડકાર
2024માં મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. ખડગેના ખભા પર તે જવાબદારી હશે કે તેઓ પસ્ત પડેલી કોંગ્રેસને ફરીથી ઉભી કરે. તેમને સંગઠનને મજબૂત કરવું પડશે અને અનેક રાજ્યોમાં કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ઝગડાઓનું ઉકેલ લાવવું પડશે.
તે ઉપરાંત તેમના સામે એક તે પણ પડકાર હશે કે તેમને ગાંધી પરિવારના રિમોટ કંટ્રોલની છબિથી બહાર આવીને પોતાના સ્તર પર નિર્ણય લેવા પડશે.
વિપક્ષને એકજૂટ કરવાની પણ જવાબદારી
આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભાજપ સામે ટક્કર લેવા માટે તેને વિપક્ષને એકજૂટ કરવું પડશે. કોંગ્રેસ અધ્યક્ષ હોવાના રૂપમાં આ જવાબદારી ખડગેના ખભા ઉપર હશે કે ભાજપાને ટક્કર આપવા માટે વેર-વિખેર વિપક્ષને એક સાથે લઇને આવે.
Advertisement