શિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 12 નવેમ્બરે યોજાવાની છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે 62 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે જ્યારે કોંગ્રેસે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાંથી 19 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપે 11 સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. 2 સીટિંગ મંત્રીઓની બેઠક બદલી છે. 1 મંત્રીની ટિકિટ કાપીને પુત્રને આપવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જ્યારે 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement
Advertisement
ભાજપે 62 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી
હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ 62 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ બેઠક પરથી ચૂંટણી લડશે તો અનિલ શર્માને મંડીથી ટિકિટ આપવામાં આવી છે. સતપાલ સિંહ સત્તી ઉનાથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં આવી નથી. અનુરાગના સસરા ગુલાબમ સિંહને પણ ટિકિટથી વંચિત રહેવુ પડ્યુ છે. બન્નેને 2017ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મનાલીથી ગોવિંદ સિંહ ઠાકુર, બન્જારથી સુરેંદર કુમાર, કરસોગથી દીપરાજ કપૂરને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીથી પાર્ટીને કેટલો ફાયદો કેટલું નુકશાન?
કોંગ્રેસનો ત્રણ મહિલા સાથે નવા ઉમેદવારો પર દાંવ
કોંગ્રેસે 46 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાંચ નવા ચહેરા સહિત ત્રણ મહિલાઓ પર કોંગ્રેસે દાંવ રમ્યો છે. 22 બેઠક પર હજુ પણ પેચ ફસાયેલો છે. પ્રથમ યાદીમાં વીરભદ્ર સિંહ જૂથના મોટા ભાગના નેતા સામેલ છે. 50 વર્ષથી ઓછી ઉંમરના 15 ઉમેદવારોને પાર્ટીએ ટિકિટ આપી છે. વર્તમાન 19 ધારાસભ્યોને પાર્ટીએ ફરી ઉમેદવાર બનાવ્યા છે.
પૂર્વ મંત્રીઓમાં કૌલ સિંહ ઠાકુર, સુધીર શર્મા પ્રકાશ ચૌધરી અને ચંદ્ર કુમાર ચૌધરીને ફરી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કાંગડાના ધારાસભ્ય પવન કાજલ અને નાલાગઢના ધારાસભ્ય લખવિંદ્ર રાણાની બેઠક પર હજુ સુધી ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી. પરિવારવાદના આરોપોથી ઘેરાવા છતા કોંગ્રેસે એવા જીતાડી શકે તેવા ઉમેદવારો પર દાંવ રમ્યો છે જે સ્થાપિત નેતાઓના સંતાન છે. પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કુલદીપ સિંહ રાઠૌરને પેટા ચૂંટણીમાં એક સંસદીય બેઠક સહિત ત્રણ વિધાનસભા વિસ્તારમાં જીત મેળવવાની ભેટ આપતા હાઇકમાને પૂર્વ મંત્રી વિદ્યા સ્ટોક્સના ઠિયોગ વિસ્તારથી ઉમેદવાર બનાવ્યા છે.
Advertisement