ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નવા અધ્યક્ષ ચૂંટણી (Congress President Election)માં 9000થી વધારે ડેલિગેટ્સ ભાગ લીધો. તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને કેરલના તિરૂવનંતપુરમથી ત્રણ વખત સાંસદ શશિ થરૂર વચ્ચે એકની પસંદગી કરવાની છે.
Advertisement
Advertisement
ચૂંટણીનો કોંગ્રેસને ફાયદો પણ છે અને કેટલાક નુકશાન પણ છે.
ફાયદા:
એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી!
એવું લાગી રહ્યું છે કે ચૂંટણી કુલ મિલાવીને સ્વતંત્ર અને નિષ્પક્ષ રહી છે. નિશ્ચિત રૂપથી તે ટીકા કરવામાં આવી છે કે ખડગે માત્ર અનૌપચારિક ઉમેદવાર છે જેમને ગાંધી પરિવાર સાથે-સાથે પાર્ટીના મોટાભાગના દિગ્ગજોનું સમર્થન મળ્યું છે. તે પછી થરૂરે કહ્યું પણ છે કે, આ એક અનઇક્કવલ પ્લેઇંગ ફિલ્ડ છે અને પાર્ટીની અનેક એકમોએ તેમને સહયોગ આપ્યો નથી.
પરંતુ અન્ય પાર્ટીઓની સરખામણીમાં કોંગ્રેસ હજું પણ અપેક્ષાકૃત વધારે લોકતાંત્રિક (લોકશાહી) દેખાય છે. જ્યારે કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બે મહત્વપૂર્ણ રાજકીય પાર્ટીઓએ પોતાના અધ્યક્ષ આપી દીધા. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે વધારે એક કાર્યકાળ આપી દીધું. તો બીજી તરફ અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષના રૂપમાં વધારે એક કાર્યકાળ મળ્યું. બંને પાર્ટીઓમાં ચૂંટણી જેવી કોઈ ચીજ થઇ જ નહીં.
20 વર્ષથી વધારે વર્ષો પછી એક ચૂંટણી અને ગાંધી પરિવાર બહારનો એક અધ્યક્ષ
20 વર્ષથી વધારે વર્ષો પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થઈ રહી છે. અંતિમ ચૂંટણી 2000માં સોનિયા ગાંધી અને જિતેન્દ્ર પ્રસાદ વચ્ચે એક અસમાન મુકાબલો થયો હતો.
ખડગે અને થરૂરમાંથી કોઈપણ જીતે, 1999 પછી પ્રથમ એવો અધ્યક્ષ હશે જે ગાંધી પરિવાર બહારનો હશે. 1999માં સોનિયા ગાંધીએ સીતારામ કેસરીને હટાવ્યા પછી અધ્યક્ષ પદ સંભાળ્યો હતો.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને ખુબ જ સ્પષ્ટ છે. તેઓ ઈચ્છે છે કે, પરિવારમાંથી બહારનો કોઈ વ્યક્તિ અધ્યક્ષ બને. હવે તેઓ પોતાના ટીકાકારોના મોઢા બંધ કરવા ઈચ્છે છે કે ગાંધી પરિવાર સત્તાની લાલચ છોડી શકતા નથી. આવી રીતે તેમનો હેતુ પૂરો થઈ જશે.
પાર્ટીની એકતા
એવું લાગી રહ્યું છે કે ચૂંટણીએ પાર્ટીની એકતાને મજબૂત કરી છે. ખડગેને તત્કાલીન જી-23 સભ્યોમાંથી વધારેનું સમર્થન મળ્યું, જે હજુંપણ કોંગ્રેસમાં છે. તેમાંથી અનેક તેમના પ્રસ્તાવક પણ બન્યા.
થરૂર પણ જી-23 સાથે જોડાયેલા હતા. તેઓ સતત કહેતા આવ્યા છે કે પાર્ટીની એકતા જરૂરી છે અને તે પણ કે કોઈ પણ જીતે પરંતુ કોંગ્રેસ જરૂર જીતશે.
એક તરફ અધ્યક્ષ ચૂંટણી બીજી તરફ ભારત જોડો યાત્રાની ઉર્જા- આ બંને પાર્ટીમાં એકતાનો શુભ સંકેત આપે છે, ખાસ કરીને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત અનેક નેતાઓના પાર્ટી છોડ્યા પછી.
આ પણ વાંચો : #બેઠકપુરાણ બાલાસિનોરઃ કોંગ્રેસનો ય જમાનો હતો, આ વખતે કોઈ માનશે?
બંને ઉમેદવારોને પોત-પોતાના ફાયદા છે
શરૂઆતમાં અશોક ગહેલોત હોટફેવરેટ હતા અને તેઓ કદાચ એક યોગ્ય ઉમેદવાર તરીકે ઉતરીને સામે આવ્યો હોત. કેમ કે તેમના પાસે વ્યાપાક જનસમર્થન, મુખ્યમંત્રી પદનો અનુભવ અને હિન્દી ભાષી ક્ષેત્ર સાથેનો તેમનો સંપર્ક તેમને એક સક્ષમ ઉમેદવાર બનાવતો હતો. ખેર પરંતુ તેઓ રેસમાંથી બહાર થઇ ગયા.
ખડગે અને થરૂરના પણ કોંગ્રેસ માટે પોત-પોતાના અનેક ફાયદા પણ છે. ખડગે આઠ વખત ધારાસભ્ય, ત્રણ વખત સાંસદ અને રાજ્ય અને કેન્દ્રીય સ્તર પર મંત્રી રહી ચૂક્યા છે. તે કોંગ્રેસના એક મહત્વપૂર્ણ દલિત ચહેરો પણ છે અને બહુભાષી તરીકે ઓળખાય છે. અધ્યક્ષના રૂપમાં તેમની ચૂંટણી કર્ણાટક જેવા મહત્વપૂર્ણ રાજ્યમાં કોંગ્રેસની મદદ કરી શકે છે, જ્યાં 2023ના ઉનાળામાં ચૂંટણી થવાની છે.
બીજી તરફ થરૂર, ભલે ખડગે જેટલા વરિષ્ઠ નથી પરંતુ તે એક પબ્લિક ફિગર છે અને મીડિયામાં કોંગ્રેસનો ચહેરો પણ. તિરૂવનંતપુરમમાં પ્રોફેશનલ્સ અને શહેર મીડલ ક્લાસ વચ્ચે તેઓ ઘણા લોકપ્રિય છે અને તિરૂવનંતપુરમમાં તેમનું પોતાનું એક આધાર છે.
નુકશાન
રાજસ્થાનમાં રાજકીય સંકટ
શરૂઆતમાં કહેવામાં આવ્યું કે અશોક ગહેલોત કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે યોગ્ય વ્યક્તિત્વ છે પરંતુ આનાથી રાજસ્થાન સરકારમાં રાજકીય સંકટ ઉભું થઇ ગયું. સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવાના વિરોધમાં રાજસ્થાન કોંગ્રેસમાં અનેક નેતાઓ ઉભા થઇ ગયા અને એક વિદ્રોહ જોવા મળ્યો હતો. આ વિદ્રોહનો આરોપ ગહેલોત પર લાગ્યા અને તેના માટે ગહેલોતે સત્તાવાર રીતે માફીનામું આપીને કોંગ્રેસની માફી માંગવી પડી હતી.
આ આખા પ્રકરણમાં કોંગ્રેસ આલાકમાન અને તેમના વરિષ્ઠતમ ક્ષેત્રીય નેતાઓ વચ્ચેનું સમીકરણ બગડતું નજરે પડ્યું. રાજસ્થાનના વિદ્રોહ પર કોઈ કાર્યવાહી થશે કે નહીં તેનો નિર્ણય કોંગ્રેસનો નવો અધ્યક્ષ કરી શકે છે.
એક એવી ક્વાયત જેનું મહત્વ પાર્ટીને પણ સમજ આવી રહ્યું નથી
મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર વચ્ચે જે પણ જીતશે, તે ગોપાલ કૃષ્ણ ગોખલે, જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભ ભાઈ પટેલ, નેતાજી સુભાષ ચંદ્ર બોસ, મૌલાના અબુલ કલામ આઝાદ, સરોજિની નાયડૂ કે કામરાજ જેવા દિગ્ગજના પદ પર બિરાજમાન થશે.
પરંતુ શું પાર્ટીના નેતા પોતે આ સ્થિતિની ગંભીરતાને સમજે છે? કદાચ તેનો જવાબ ‘ના’માં આવશે.
સમજો કેવી રીતે?
અનેક પાર્ટી એકમોની દલીલો છતાં રાહુલ ગાંધીએ આ પદ સ્વીકારવાને લઈને ઇનકાર કરી દીધું. જોકે તે સ્પષ્ટ રૂપથી ભારત જોડો યાત્રામાં પાર્ટીનો મુખ્ય ચહેરો બનેલા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પાર્ટીના અધ્યક્ષ બનવાની સરખામણીમાં વધારે એક વર્ષ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા રહેવાનું પસંદ કર્યું, જેમાં તેઓ લગભગ 50 વર્ષથી સભ્ય છે.
કમલનાથે પોતાનું નામાંકન ભરવાથી જ ઇનકાર કરી દીધું અને રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જગ્યાએ મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમેટીના પ્રમુખના પદને પ્રાથમિકતા આપી.
સૂત્રોનું કહેવું છે કે મુકુલ વાસનિકને પણ પાર્ટી નેતૃત્વએ પૂછ્યું હતુ પરંતુ તેમને પણ અનિચ્છા વ્યક્ત કરી હતી. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને જી-23ના કેટલાક નેતાઓએ પૂછ્યું પરંતુ તેમને પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
મલ્લિકાર્જૂન ખડગેએ અનેક વરિષ્ઠ નેતાઓના આગ્રહ અને પોતાના સંતુષ્ટ થયા પછી જ પોતાનું નામાંકન દાખલ કરવાનો નિર્ણય કર્યો.
કોંગ્રેસના કોમ્યૂનિકેશન્સ ઈન-ચાર્જ જયરામ રમેશે અધ્યક્ષ પદની ચૂંટણીને સાઈડ શો ગણાવ્યો હતો.
ચૂંટણી 2024 માટે રોડમેપ તૈયાર નથી
આદર્શ રૂપથી ચૂંટણીનો એક મહત્વપૂર્ણ હિસ્સો તે હોવો જોઈતો હતો કે પાર્ટી 2024માં બીજેપીને કેવી રીતે હરાવવાની યોજના બનાવી રહી છે. પરંતુ બંને ઉમેદવારોમાંથી કોઈએ પણ આનો રોડમેપ આપ્યો નથી કે આ અંગે તેઓ શું યોજના બનાવી રહ્યાં છે. થરૂર પાસે ઓછામાં ઓછો એક ઘોષાણપત્ર હતો, જ્યારે ખડગેએ કહ્યું હતુ કે, ઉદયપુર ઘોષણા તેમનું ઘોષણા પત્ર હશે.
મજાની વાત તે છે કે પાર્ટી અનુસાર, ભારત જોડો યાત્રા પણ 2024ની ચૂંટણીના હેતુને લઈને કરવામાં આવી રહી નથી. તે થોડૂ અજીબ છે કે, પાર્ટીની બે ક્વાયતો (અધ્યક્ષ પદની ચૂંટણી, ભારત જોડો યાત્રા)માં 2024ને (ચૂંટણી) ખુબ જ સાવધાનીપૂર્વક દેખવામાં આવી રહ્યું નથી.
Advertisement