શિમલા: ભાજપની ટિકિટ ના મળવા પર બિલાસપુર સદરથી સુભાષ શર્માએ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. સુભાષ શર્મા પોતાનું નોમિનેશન ભરશે. પાર્ટીએ નજરઅંદાજ કરવા પર તેમણે ફેસબુક પર લખ્યુ કે તે ચૂંટણી તો લડવા માંગે છે પરંતુ તેમની પાસે પૈસા નથી. આ સાથે જ તેમણે પોતાનું બેન્ક ખાતા નંબર પણ શેર કર્યુ હતુ. તે બાદ આશરે 10 કલાકમાં 800 કરતા વધારે લોકોએ તેમના ખાતામાં આશરે 4 લાખ રૂપિયાની રકમ ચંદાના રૂપમાં આપી દીધી હતી.
Advertisement
Advertisement
ભાજપ સદરના વર્તમાન ધારાસભ્ય સુભાષ ઠાકુરની ટિકિટ કાપીને પાર્ટીએ ત્રિલોક જમ્વાલને આપી દીધી છે. ઠાકુરે એમ કહીને મન શાંત કરી લીધુ હોય કે સંગઠનનો નિર્ણય સર્વોપરી છે પરંતુ 2012થી ટિકિટ માટે રાહ જોઇ રહેલા સુભાષ શર્માએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના જિલ્લામાં તેમની જ સીટ ગણાતી સદર વિધાનસભાથી આ વખતે વિરોધ થઇ રહ્યો છે.
એક તરફ વર્તમાન ધારાસભ્ય સુભાષ ઠાકુરની ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. કાર્યકર્તાઓએ એમ પણ કહી દીધુ કે જો ટિકિટ દિલ્હીથી આવી છે તો વોટ પણ દિલ્હીથી લાવશે. બીજી તરફ વિદ્યાર્થી પરિષદમાંથી આવતા સુભાષ શર્મા પણ ભાજપ માટે મોટો પડકાર બનતા જોવા મળી રહ્યા છે.
સુભાષ શર્મા વર્તમાનમાં ભાજપના રાજ્ય કાર્યકારિણીના સભ્ય છે. આ પહેલા તે પાર્ટીમાં કેટલાક રાજ્યના ચૂંટણી પ્રભારીની જવાબદારી નીભાવી ચુક્યા છે, તેમણે ટિકિટ માટે ભાજપ જિલ્લા અધ્યક્ષ સ્વતંત્ર સાંખ્યાન, સુભાષ ઠાકુર, રૂપલાલ ઠાકુરનું નામ લેતા કહ્યુ હતુ કે સદરથી તેમણે પણ ટિકિટ આપવામાં આવી શકતી હતી. હવે તેમણે સોશિયલ મીડિયા પર સદર સહિત આખા જિલ્લાની સહાનૂભુતિ મળી રહી છે.
Advertisement