વધુ 28 વર્ષ એટલે કે 2050. અહી સુધી પહોચતા પહોચતા ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની સ્થિતિ ખરાબ થવાની છે. પાણી સુકાઇ જશે પરંતુ પરસેવો નહી સુકાય. ના માણસ સુધરશે અને ના તો દુનિયા બદલાશે. માણસો દ્વારા પેદા કરવામાં આવેલુ પ્રદૂષણ સૌથી મોટુ કારણ છે, જેને કારણે જળવાયુ પરિવર્તન થઇ રહ્યુ છે.
Advertisement
Advertisement
ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વધુ તાપમાનની માર નવુ નોર્મલ થઇ જશે. લોકો 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રહેવા માટે ટેવાઇ જશે. આ ત્યારે થશે જ્યારે દુનિયા મળીને 2100 સુધી તાપમાન વૃદ્ધિને બે ડિગ્રી સેલ્સિયસ પર રોકી દે. ભારતના આ ત્રણ રાજ્યમાં વધુ ગરમી કેટલાક દિવસ અથવા અઠવાડિયા સુધી મળી શકે છે. ચોકાવનારી વાત આ છે કે આટલી ગરમીમાં જ્યારે કેલિફોર્નિયામાં આગ લાગી રહી હતી. કેનેડાનું એક ગામ બળીને ખાક થઇ ગયુ હતુ. એવામાં આ ત્રણેય રાજ્યને આ ગરમીમાં સહન કરી શકશે. ચીનમાં રસ્તા અને છત પીગળી ગઇ હતી. બ્રિટન સહિત આખુ યુરોપ સુકુ પડ્યુ છે.
51 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઇ શકે છે તાપમાન
ડાઉન ટૂ અર્થે જર્નલ કોમ્યૂનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ જર્નલમાં છપાયેલા રિપોર્ટના હવાલાથી આ સમાચાર લખ્યા છે. આ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે કે જો ખરાબ સ્થિતિ થઇ, તાપમાન વૃદ્ધિને રોકવામાં ના આવ્યુ તો ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં અઠવાડિયા અથવા મહિના સુધી ભયાનક ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવાનું તાપમાન અને હ્યૂમિડીટી વધશે. તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ અથવા તેના ઉપર પણ જઇ શકે છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરવી પડશે કે આ દરમિયાન લોકો ઘરની બહાર ના નીકળે.
100થી વધુ દિવસ સુધી સહન કરવી પડશે ગરમી
અમેરિકાની નેશનલ વેધર સર્વિસ અનુસાર, ખતરનાક ગરમીના દિવસ ત્યારે શરૂ થાય છે જ્યારે હિટ ઇંડેક્સ 39.4 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાનું શરૂ કરી દે છે. આ એજન્સી અમેરિકા અને તેની આસપાસના વિસ્તારમાં હવામાન, પાણીની સ્થિતિ અને જળવાયુ સબંધી ભવિષ્યવાણી કરે છે, તેના અનુસાર ભારતના કેટલાક વિસ્તાર 2050 સુધી 100 દિવસ સુધી વધુ ગરમી સહન કરશે. વર્ષ 2100 સુધી આ ગરમીનો પીરિયડ ભારતના કેટલાક ભાગમાં જોવા મળશે.
આ રીતે કરવામાં આવી સ્ટડી જેથી સચોટ ભવિષ્યવાણી થાય
હાવર્ડ યૂનિવર્સિટીના પોસ્ટ ડૉક્ટરોલ રિસર્ચર વરગાસ જેપેટેલોએ જણાવ્યુ કે આ રીતની વધુ ગરમી ધરાવતા હવામાન માટે ભારત એક હૉટસ્પૉટ છે. આ વર્ષે માર્ચ-એપ્રિલમાં પડેલી ગરમી આ એકસ્ટ્રીમ હીટની નજીક પહોચી ગઇ હતી. વરગાસ જેપેટેલો અને તેની ટીમે વર્ષ 2050 અને 2100 સુધીની ભવિષ્યવાણી કરી છે, તેની માટે તેમણે ગત દાયકાના તાપમાનનો ડેટા, જળવાયુ, વસ્તી, આર્થિક વિકાસ અને કાર્બન ઇંટેસિટીના ડેટાનું વિશ્લેષણ કર્યુ છે.
વરગાસ જેપેટેલોએ પોતાની સ્ટડીમાં 5,50 અને 95ના પર્સેન્ટાઇલ પર બેસ્ટ કેસ, મોસ્ટ લાઇકલી કેસ અને સૌથી ખરાબ સ્થિતિનું આકલન કર્યુ છે. જેપેટેલો કહે છે કે જો સમાજ કાર્બન ઉત્સર્જન પુરી રીતે સીમિત કરી દે તો 5 ટકાની સ્થિતિ મેળવી શકાય છે. જો ખરાબ કામ કર્યુ તો 95 ટકા ક્યાય નથી ગયા પરંતુ સૌથી વધુ જે સ્થિતિ બનવાની છે, તે 50 ટકા છે. માણસ પુરી રીતે ગરમીને વધતા રોકી નહી શકે.
જેટલુ વધુ કાર્બન ઉત્સર્જન, એટલુ વધુ તાપમાન
જેપેટેલો અને તેની ટીમે સૌથી પહેલા આ શોધવાનો પ્રયાસ કર્યો કે તે સમય સુધી કેટલુ કાર્બન ઉત્સર્જન થશે, તે બાદ તેનાથી કેટલુ તાપમાન વધશે. હવામાન પર શું અસર પડશે. યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસર અને આ સ્ટડીમાં સામેલ એડ્રિયન રાફ્ટેરીએ કહ્યુ કે અમારી ગણનાના હિસાબથી જે કાર્બન ઉત્સર્જન થવાનું છે, તેની અસર તાપમાન વધતા થશે.
ભારતીય સ્ટડીમાં પણ આપવામાં આવી ચેતવણી
વર્ષ 2019માં ભારતમાં થયેલી એક સ્ટડીએ બે હીટવેવ્સની ભવિષ્યવાણી કરી હતી, જેમાં વર્ષ 2020થી 2064 સુધી વધુ ગરમીના દિવસ 12થી 18 વચ્ચે હતા. ભારતના દક્ષિણ ભાગ એટલે કે દરિયા કિનારના વિસ્તારમાં આ સમસ્યા સામે ઝઝુમવુ પડશે. નવી સ્ટડી અનુસાર વર્ષ 2100 સુધી ગરમીના ભયાનક દિવસ ડબલ થવાના છે. તે પણ ત્યારે જ્યારે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગને 2 ડિગ્રી સેલ્સિયસ પર રોકવામાં સફળ થઇ જશે. આ દરમિયાન અમેરિકા, પશ્ચિમી યૂરોપ, ચીન અને જાપાનમાં વધુ ગરમીના દિવસ 3થી 10 ગણા વધારે હશે.
Advertisement