ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પક્ષ પલટો પણ શરૂ થઇ ગયો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કમલમમાં હર્ષદ રિબડીયાએ કેસરિયા કર્યા હતા. આ સાથે જ વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા હતા.
Advertisement
Advertisement
ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી શકે છે હર્ષદ રીબડીયા
હર્ષદ રિબડીયા ભાજપની ટિકિટ પર આગામી વિધાનસભાની ચૂંટણી વિસાવદર બેઠક પરથી લડી શકે છે. રિબડીયાને કરોડો રૂપિયાની ઓફર ભાજપ દ્વારા કરવામાં આવી હોવાની વાત પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કરી છે. આ પહેલા પણ હર્ષદ રિબડીયાનો રાજ્યસભાની ચૂંટણી વખતે 40 કરોડ રૂપિયા ઓફર કરવામાં આવી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો.
હર્ષદ રિબડીયાની કરિયર
- 1995માં વીસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા
- 2007માં વીસાવદરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા
- 2007માં ભાજપના કનુ ભલાળા સામે 4300 મતથી હારી ગયા
- 2014માં ભાજપના ઉમેદવાર ભરત પટેલ સામે 10 હજાર મતથી જીત્યા
- 2017માં ભાજપના કિરીટ પટેલ સામે 23 હજાર મતથી જીત્યા
વિસાવદર બેઠકનો ટૂંકો રાજકીય ઇતિહાસ
- 1962માં આ બેઠક પર યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મદીનાબેન નાગોરીએ આઇએનડીના શારદાબેન પટેલને 6771 મતોના માર્જીનથી મ્હાત આપી હતી.
- 1967માં SWAના કે. ડી ભેસાણીયા વિજયી બન્યા હતા.
- 1972માં ફરી કોંગ્રેસના રામજીભાઇ કરકરે સત્તાનું સુકાન સંભાળી એનસીઓના રતીલાલ રીબડીયાને મ્હાત આપી હતી.
- જોકે 1975માં કેએલપીના કુરજીભાઇ ભેસાણીયાએ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ગોવિંદ પટેલને 8544ના માર્જીનથી હરાવ્યા હતા.
- 1980માં જેએનપીના ધીરજલાલ રીબડીયાએ 3066 મતોની સરસાઇ સાથે જીત મેળવી હતી.
- 1985માં કોંગ્રેસના પોપટલાલ રામાણીએ ભાજપને ભીખાલાલ પટેલને હારનો સ્વાદ ચખાવ્યો હતો.
- 1990માં ભેસાણીયા કુરજીભાઇએ જેડીમાંથી જીત મેળવી હતી.
- 1995માં ભાજપના કેશુભાઇ પટેલે કોંગ્રેસના કુરજીભાઇ ભેસાણીયા સામે જીતનો પરચમ લહેરાવ્યો હતો.
- 1998માં ભાજપના ઉમેદવાર કેશુભાઇ પટેલે કોંગ્રેસના ઉમેદવાર કેશુભાઇ આંબલીયાને હાર આપી હતી.
- ત્યાર બાદ 2002 અને 2007 એમ સતત બે ટર્મ સુધી ભાજપના કનુભાઇ ભાલાળાએ સત્તા મેળવી હતી.
- વર્ષ 2012માં કેશુભાઇ પટેલે જીપીપીમાંથી જીત મેળવી.
- વર્ષ 2017માં કોંગ્રેસના હર્ષદ રિબડીયાની જીત સાથે ભાજપનું આ બેઠક જીતવાનું સપનું રોળાયું હતું.
આ પણ વાંચો: બાપ રે આટલો ડર પણ AAPનો નથી; ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલે ભાજપ પર કર્યો કટાક્ષ
2017 પછી કોંગ્રેસના 15 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
ધારાસભ્ય | બેઠક |
કુંવરજી બાવળિયા | જસદણ |
જે.વી.કાકડિયા | ધારી |
મંગળ ગાવિત | ડાંગ |
જવાહર ચાવડા | માણાવદર |
જીતુ ચૌધરી | કપરાડા |
પરસોત્તમ સાબરિયા | ધ્રાંગધ્રા |
અલ્પેશ ઠાકોર | રાધનપુર |
બ્રિજેશ મેરજા | મોરબી |
પ્રવિણ મારૂ | ગઢડા |
સોમા ભાઇ પટેલ | લીંબડી |
આશાબેન પટેલ | ઊંઝા |
અલ્પેશ ઠાકોર | રાધનપુર |
પ્રદ્યુમન સિંહ જાડેજા | અબડાસા |
અક્ષય પટેલ | કરજણ |
અશ્વિન કોટવાલ | ખેડબ્રહ્મા |
ધવલસિંહ ઝાલા | બાયડ |
Advertisement