ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં લાગેલા છે. આ દરમિયાન ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ વિધાનસભાની ટિકિટ માટે લોબીંગ શરૂ કર્યુ છે. અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ સામે 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે.
Advertisement
Advertisement
ગ્યાસુદ્દીન શેખે 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા માંગ કરી
પાટીદાર, આદિવાસી સમાજ પછી લઘુમતી સમાજ દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી છે. આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીમાં લઘુમતી સમાજની લાગણી અને માંગણી સાથે કોંગ્રેસ હાઇકમાન સમક્ષ 11 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટની માંગ કરવામાં આવી છે.
દરિયાપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યુ કે, ગુજરાતમાં 11 ટકા મુસ્લિમની વસ્તી છે ત્યારે 182 બેઠકમાં 18 બેઠકનો દાવો થઇ શકે છે ભાજપ એક પણ ટિકિટ આપી શક્યુ નથી. વર્તમાનમાં ગુજરાતમાં કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્ય છે. મુસ્લિમ સમાજની લાગણી છે કે 10 ટકા મુસ્લિમ સમાજની આબાદી છે 18 સીટ અમારો અધિકાર બને છે પણ 18 સીટ પર મુસ્લિમ સમાજને દાવેદારી કરી નથી. 10-11 સીટો પર જે દાવેદારી કરી છે તેમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા વાંકાનેર, વાગરા, સૂરત પૂર્વ, ગોધરા, અમદાવાદમાં વેજલપુર, ધોળકા, કચ્છમાં અબડાસા અને માંડવી, જામનગર પૂર્વ બેઠક પર મુસ્લિમ સમાજના ઉમેદવારને ટિકિટ આપવી જોઇએ. ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યુ કે, જે મુસ્લિમ સમાજ છે તેમાં સક્ષમ જીતી શકે તેવા ઉમેદવારોને અમે ત્રણેય ધારાસભ્યોએ હાઇકમાન સમક્ષ ટિકિટ આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો: પીએમ મોદીને 27 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસની ઝાટકણી કેમ કાઢવી પડી?
આ 11 બેઠકો પર ટિકિટ આપવા માંગ
-
દરિયાપુર
-
જમાલપુર-ખાડિયા
-
વાંકાનેર
-
વાગરા
-
સુરત પૂર્વ
-
ગોધરા
-
વેજલપુર
-
ધોળકા
-
અબડાસા
-
માંડવી
-
જામનગર પૂર્વ
વર્તમાનમાં ગુજરાતમાં કોંગ્રેસના 3 ધારાસભ્ય છે જેમાં દરિયાપુર વિધાનસભા બેઠક પર ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયામાં ઇમરાન ખેડાવાલા અને વાંકાનેરમાં મોહમ્મદ જાવેદ પીરઝાદા છે.
Advertisement