ગુરુગ્રામ: દિલ્હી નજીક આવેલ ગુરુગ્રામના સેક્ટર 111માં રવિવારે એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં 6 બાળકોનું વરસાદી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. બાળકોના કપડાં તળાવની બહાર પડેલા છે. શોધખોળમાં એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પછી એક પછી 6 બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી. તમામ બાળકો નજીકની કોલોની શંકર વિહારના રહેવાસી હોવાનું કહેવાય છે.
Advertisement
Advertisement
ગુરુગ્રામ પોલીસના ડીસીપી દીપક સહારને જણાવ્યું હતું કે તળાવના કિનારે 6 બાળકોના કપડાં મળી આવ્યા છે અને તેના કારણે એવી શંકા છે કે તેઓ પણ તળાવમાં નહાવા ગયા હશે. આ અંગે શોધખોળ કરવામાં આવી હતી. ડાઇવિંગ ટીમોએ તળાવમાં શોધ કરી હતી. પ્રારંભિક તબક્કે માત્ર એક મૃતદેહ કાઢવામાં આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા ડીસી નિતિન યાદવે કહ્યું કે તમામ બાળકોના શબને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોના નામ દેવા, પીયૂષ, અજીત, દુર્ગેશ, રાહુલ છે. તમામ બાળકો 8થી 11 વર્ષ સુધીની ઉંમરના છે અને શંકર વિહારનો રહેવાસી છે. બપોરે 3 વાગ્યે આ બાળકો વરસાદી તળાવમાં ન્હાવા માટે પહોંચ્યા હતા. એક બાળકના ઘરે તેઓ ડૂબી ગયા હોવાના સમાચાર આવ્યા હતા. જે પછીથી મૃતક બાળકોના પરિવાર પહોંચ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી.
Advertisement