નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે એક બીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા શુક્રવાર સવારે પીએમ મોદીની માતાને લઇને આપવામાં આવેલા નિવેદનને લઇને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે કોઇને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી. આટલુ જ નહી આ ઘટનાને લઇને સ્મૃતિ ઇરાનીએ ગોપાલ ઇટાલિયાને ગટર માઉથ કહી દીધા હતા.
Advertisement
Advertisement
સ્મૃતિ ઇરાનીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યુ કે ગુજરાતમાં આપ નેતૃત્વએ અરવિંદ કેજરીવાલના આશીર્વાદથી પીએમની 100 વર્ષની માતા પર દુર્ભાવનાથી હુમલો કર્યો હતો. કોઇ આશ્ચર્ય નથી કે કેજરીવાલનું પતન નવી ઉંચાઇઓ પર પહોચી ગયુ છે, તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો. આમ આદમી પાર્ટીના નેતા તેમને બદનામ કરવા માંગે છે.
સ્મૃતિ ઇરાનીએ કહ્યુ, “હું અરવિંદ કેજરીવાલને બે શબ્દ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય હાર આગામી ચૂંટણીમાં થવાની છે. હું આજે અરવિંદ કેજરીવાલને કહેવા માંગુ છુ કે નારાજગી વ્યક્ત કરવા માટે શબ્દ ઓછા પડી જાય છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓએ કસમ ખાધી છે કે તે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નષ્ટ કરી નાખશે. આપના નેતાએ પ્રધાન સેવકની 100 વર્ષીય માતાનું અપમાન કર્યુ કારણ કે તે પોતાની રાજનીતિને ચમકાવવા માંગે છે. ગુજરાત અને ગુજરાતીઓએ આગામી ચૂંટણીમાં આપ પાર્ટીને ખતમ કરવાની સોગંધ લીધી છે.”
View this post on Instagram
ગુજરાત ભાજપના નેતાઓએ પણ સાધ્યુ નિશાન
ગુજરાત ભાજપના મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો જે બાદ સત્તા પર રહેલી પાર્ટીના નેતાઓએ ટિકા શરૂ કરી દીધી છે. આ ઘટનાને લઇને સ્મૃતિ ઇરાની અને પરેશ રાવલે પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ છે.
આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયાની ધરપકડથી ગુજરાતના પટેલ સમાજમાં ભારે રોષ- કેજરીવાલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનુ વર્ચસ્વ વધ્યુ
ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના આંટાફેરા વધાર્યા છે જેને કારણે ભાજપ ભીસમાં મુકાયુ છે જેને કારણે AAPના નેતાના જૂના વીડિયોને શેર કરીને ભાજપ પ્રહાર કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે.
Advertisement