ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની સાથે રાજકીય દળોએ ચૂંટણી પ્રચાર માટે રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરચો સંભાળશે. ગુજરાતમાં મોદી વડાપ્રધાન બન્યા બાદ ડોર ટૂ ડોર પ્રચાર કરતા જોવા મળી શકે છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી 28-29 નવેમ્બરે ડોર ટૂ ડોર કેમ્પેઇન કરશે.
Advertisement
Advertisement
મોદી બીજા તબક્કા પહેલા 2-3 ડિસેમ્બરે ડોર ટૂ ડોર કેમ્પેઇન કરશે. આ સિવાય પીએમ મોદી સહિત 52 નેતા વોટરોને વોટર સ્લિપ પણ આપશે. સૂત્રોએ જણાવ્યુ કે પીએમ મોદી જનસભાની જગ્યાએ ડોર ટૂ ડોર પ્રચાર કરશે અને જનતા સાથે સીધો સંવાદ કરશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કર્યો હતો.
શનિવારથી શરૂ થશે પીએમ મોદીનું ચૂંટણી અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર રાત્રે જી-20 સમિટમાંથી પરત ફરશે. તે બાદ તે ગુજરાત ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે. મોદી શનિવાર સાંજે વલસાડથી ચૂંટણી સભાની શરૂઆત કરશે. રવિવારે તે સોમનાથ મંદિર જશે. પીએમ મોદી શનિવાર અને રવિવારે 8 જનસભાને સંબોધશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદી 20થી વધારે જનસભા કરી શકે છે.
પીએમ મોદીની સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શિવરાજ સિંહ ચૌહાણ, ભોજપુરી તિકડી મનોજ તિવારી, રવિ કિશન, દિનેશ લાલ યાદલ ઉર્ફ નિરહુઆ, બોલિવૂડની ડ્રીમ ગર્લ અને મથુરાના સાંસદ હેમા માલિની, પૂર્વ સાંસદ પરેશ રાવલ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાજપને જીતાડવા માટે જનતા વચ્ચે જશે.
આ પણ વાંચો: જયરાજ સિંહ પરમાર ના ઘરના, ના ઘાટના!, ભાજપમાં ગયા પછી પણ વિધાનસભા ચૂંટણીની ટિકિટ ના મળી
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે જ્યારે 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ચૂંટણી ત્રિકોણીય બની ગઇ છે. જોકે, રાજકીય વિશ્લેષક હજુ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર જણાવી રહ્યા છે.
Advertisement