નવી દિલ્હી: ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીને લઈને ડંકા વાગી રહ્યાં છે. તે પહેલા ચૂંટણી પંચમાં એક મહત્વપૂર્ણ પદ્દ પર એક ભરતી કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે અજય ભાદુને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા તેમને 20 જુલાઈ 2019 ના રોજ, ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુ (1999 બેચ) ને રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
ઉલ્લેખનિય છે કે, ભાદૂનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળ સાથે સમાપ્ત થવાનો હતો. જોકે, તેને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. હવે તેઓ ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે ફરજ બજાવશે. તેઓ ગુજરાત કેડરના IAS અધિકારી છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, અજય ભાદુ IAS જુનાગઢ જિલ્લામાં સહાયક કલેક્ટર રહી ચૂક્યા છે. હવે તેઓ આગામી દિવસોમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશ્નર તરીકે ફરજ બજાવશે. તેઓ બે વખત સર્વશ્રેષ્ઠ ક્લેક્ટરનો પુરસ્કાર પણ જીતી ચૂક્યા છે. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના જોઇન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.
અજય ભાદુ સુરત અને જૂનાગઢમાં મદદનિશ કલેક્ટર, ભરૂચ અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી જેવા વગેરે પદો ફરજ બજાવી ચૂક્યા છે. તેમને શ્રેષ્ઠ કલેકટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે.
મૂળ રાજસ્થાનના વતની અજય ભાદુએ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(જયપુર)માંથી સિવિલ એન્જિનિયરિંગ અને બેંગલોરની નેશનલ લો સ્કૂલ યુનિવર્સિટીમાંથી બિઝનેસ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. અજય ભાદુ સનદી અધિકારી તરીકે 20 વર્ષનો અનુભવ ધરાવે છે.
Advertisement