ગાંધીનગર: ભાજપના નેતા કિશન સિંહ સોલંકીને આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે એક તસવીર શેર કરવાનું ભારે પડ્યુ છે. ભાજપે કિશન સિંહ સોલંકીને પક્ષ વિરોધી કાર્ય કરવા બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. કિશન સિંહ સોલંકી ભાજપના પ્રવક્તા પણ રહી ચુક્યા છે.
Advertisement
Advertisement
કિશન સિંહ સોલંકી અમદાવાદ જિલ્લાના પૂર્વ મીડિયા સંયોજક અને રાજ્ય ભાજપની ડિબેટ ટીમના સભ્ય રહી ચુક્યા છે પરંતુ સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી સાથેની તસવીર શેર કરવાનું તેમણે ભારે પડી ગયુ છે.
ભાજપે કિશન સિંહ સોલંકીને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી નાખ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે તેમણે પાર્ટી વિરોધી ગતિવિધિ માટે સસ્પેન્ડ કર્યા છે. કિશન સિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી સાથે એક તસવીર શેર કરી હતી, જેને કારણે ગુજરાત ભાજપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
કિશ સિંહ સોલંકીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેમણે ભગવંત માનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂરમાંથી કોનું પલડુ ભારે?
બીજી તરફ ભાજપે વિધાનસભા ચૂંટણીને લઇને એક્શન પ્લાન બનાવ્યો છે. રવિવારે વિધાનસભા પ્રભારીઓને જવાબદારી સોપવામાં આવી હતી. પોતાની વિધાનસભા બેઠકની પાર્ટીની સ્થિતિ પર રિપોર્ટ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમાં પ્રભારી સીધા સંગઠનના મહાસચિવને રિપોર્ટ કરશે. પ્રભારીના રિપોર્ટના આધાર પર સીટનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. જોકે, આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે હજુ ઉમેદવાર નક્કી થયા નથી. પ્રભારીના રિપોર્ટના આધાર પર જ નિર્ણય લેવામાં આવશે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષે પ્રભારીઓને ગંભીર થવાની અપીલ કરી છે. પ્રભારીઓને સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Advertisement