અમદાવાદ: જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ કરવાના નિર્ણયને વારાણસીની અદાલતે ફગાવી દીધી છે. ચાર મહિલા અરજીકર્તાઓએ બનારસ જિલ્લાની અદાલતમાં સીલ કરેલા વજૂખાનાની કાર્બન ડેટિંગ કરવાની માંગ કરી હતી.
Advertisement
Advertisement
વૈજ્ઞાનિક તપાસ દ્વારા અરજીકર્તા તે તેની માહિતી મેળવવા માંગતા હતા કે કથિત શિવલિંગ કેટલું લાંબુ, કેટલું પહોંળુ અને કેટલું અંદર સુધી છે. તેમનુ કહેવું છે કે તપાસ પછી તે સ્પષ્ટ થઇ જશે કે ફુવારો છે કે શિવલિંગ.
જ્યારે મુસ્લિમ પક્ષે આ માંગનો વિરોધ કર્યો હતો. અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમેટીના વકીલ અખલાક અહેમદે આ અંગે કહે છે કે કાર્બન ડેટિંગ એવી વસ્તુઓની થાય છે જે જે કાર્બન અવશોષિત કરે.
તેમને કહ્યું, “જેવી રીતે માનવી છે, તેના મૃત્યુ પછી તેના હાડકાઓની તપાસ થઇ શકે છે, તેવી રીતે જાનવર પણ છે. આ પથ્થર અને લાકડાની કાર્બન ડેટિંગ થઇ શકતી નથી. કેમ કે આ કાર્બન એબ્જોર્બ કરી શકતા નથી.”
આના પર કોર્ટે ચર્ચા સાંભળીને પાછલા અઠવાડિયે અદાલતે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જેને આજે સંભળાવ્યો છે.
આ બાબતે મે મહિનામાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થયો, જે પછી હિન્દૂ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદના વજૂખાનાની વચ્ચોવચ એક શિવલિંગ મળી આવ્યું છે. તે પછી એક નીચલી અદાલતે તેને સીલ કરવાનો આદેશ આપ્યો હતો.
Advertisement