દિલ્હી પોલીસે એક એવા સાઈબર ગુનાનો ખુલાસો કર્યો છે, જેમાં આરોપીઓએ જાણીતા લોકોના PANનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી.
છેતરપિંડી કરનારાઓએ મહેન્દ્રસિંહ ધોની, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, ઈમરાન હાશમી અને શિલ્પા શેટ્ટી સહિત 95 સેલિબ્રિટિઝના નામ અને તેમની વિગતોનો તેમાં ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ ઓનલાઈન ઉપલબ્ધ GST આઈડેન્ટિટી નંબરો દ્વારા PANની વિગતો મેળવીને પૂણે સ્થિત ફિનટેક સ્ટાર્ટઅપ ‘વનકાર્ડ’ દ્વારા તેમના નામે ક્રેડિટકાર્ડ બનાવડાવ્યું હતું. પોલીસે આ મામલે પાંચ જણાની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
કેટલાંક કાર્ડ્સ પર રૂ.21.32 લાખ સુધીની ખરીદી
દિલ્હીમાં શાહદરા ડેપ્યૂટી પોલીસ કમિશનર રોહિત મીણાએ જણાવ્યું કે આરોપીઓએ કેટલાંક કાર્ડ્સ પર રૂ.21.32 લાખ સુધીની ખરીદી કરી હતી. ત્યારબાદ કંપનીને છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું.
પોલીસમાં થયેલી ફરિયાદ બાદ આરોપી પુનિત, મોહમ્મદ આસિફ, સુનિલ કુમાર, પંકજ મિશ્રા અને વિશ્વ ભાસ્કર શર્માની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓેએ પોલીસને જણાવ્યું કે તેઓ ગૂગલ દ્વારા જાણીતી વ્યક્તિઓની GST વિગતો મેળવતા હતા.
શું છે મોડસ ઓપરેન્ડી ?
તેઓ જાણતા હતા કે તેમાં રાજ્યનો કોડ અને PAN સામેલ હોય છે. આ સેલિબ્રિટિઝની વિગતો ગૂગલ પર ઉપલબ્ધ હોવાથી તેનો ઉપયોગ કરીને જન્મતારીખના આધારે નકલી PAN કાર્ડ બનાવતા હતા. તેઓ એ પણ જાણતા હતા કે GSTINના પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ હોય અને પછીના 10 આંકડા PAN નંબર હોય. તેમાં તેઓ તેમનો ફોટો મૂકતાં હતાં જેથી વીડિયો વેરિફિકેશન દરમિયાન તેમનો દેખાવ પાન કાર્ડ અને આધાર કાર્ડ પરના ફોટા સાથે મળતો આવે. ઉદાહરણ તરીકે અભિષેક બચ્ચનના PAN કાર્ડ પર તેનું PAN અને જન્મતારીખ હોય પરંતુ, ફોટોગ્રાફ આ આરોપીઓ પૈકી કોઈક એકનો રહેતો હતો. આ રીતે જ તેઓ આધાર કાર્ડની વિગતો તૈયાર કરતા હતા. આ બધી માહિતી તૈયાર કર્યા પછી તેઓ ક્રેડિટકાર્ડ માટે અરજી કરતા હતા. તે પછી વીડિયો વેરિફિકેશનમાં તેઓ
CIBIL દ્વારા મેળવેલી આ લોકોની માહિતી પરથી આર્થિક પ્રવૃત્તિઓ વિશેના સવાલોના જવાબ આપતા હતા.
Advertisement