બેઇજિંગ: ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની 20મી કોંગ્રેસમાં મોટો વિવાદ જોવા મળ્યો છે. બેઠક દરમિયાન શી જિનપિંગની બાજુમાં બેઠએલા ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિંતાઓને ઉઠાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિંતાઓને બળજબરી બહાર કાઢવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
શી જિનપિંગે પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિંતાઓને લાઇવ ટીવી પર સીસીપી શિખર સમ્મેલનમાંથી બહાર કાઢી મુક્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે,જેમાં જોઇ શકાય છે કે સુરક્ષાકર્મીઓએ હૂ જિંતાઓને બળજબરી હાથ પકડીને બહાર કાઢી મુક્યા હતા. લાઇવ ટીવી પર એમ પણ જોવામાં આવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ હૂ જિંતાઓને કાઢવા માંગતા નહતા અને તેમણે તેનો વિરોધ પણ કર્યો હતો, છતા પણ સુરક્ષાકર્મીઓએ હૂં જિંતાઓને બળજબરી હાથ પકડીને બહાર કાઢ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિને પાર્ટી કોંગ્રેસમાંથી બહાર કાઢવામાં આવ્યા
વીડિયોમાં જોઇ શકાય છે કે 79 વર્ષીય હૂ જિંતાઓ શી જિનપિંગની ડાબી તરફ બેઠા હતા, ત્યારે બેઇજિંગમાં ગ્રેટ હૉલ ઓફ ધ પીપલના મુખ્ય હોલના મંચ પરથી બે લોકો દ્વરા તેમણે બહાર કાઢવામાં આવી રહ્યા છે. બળજબરી ઉઠાવ્યા પહેલા બન્ને વ્યક્તિ જિંતાઓ સાથે થોડી વાર વાત કરતા જોવા મળ્યા હતા અને પછી તેમણે પકડીને બહાર લઇ ગયા હતા. જોકે, હજુ સુધી આ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે આ ઘટના શું છે. વીડિયો સામે આવ્યા બાદ આ સ્પષ્ટ થઇ ગયુ કે ચીનમાં બધુ બરાબર ચાલી રહ્યુ નથી.
આ સિવાય શી જિનપિંગના કટ્ટર વિરોધી વડાપ્રધઆન લી કચીયાંગ વિરૂદ્ધ પણ પાર્ટી કોંગ્રેસે એક્શન લીધુ છે, તેમણે સેન્ટ્રલ કમિટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. લી કચીયાંગને જિનપિંગના વિરોધી ગણવામાં આવે છે. આ રીતે શી જિનપિંગ બાદ પાર્ટીમાં બીજા નંબરના નેતાને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
જિનપિંગની ચીની હકૂમત પર પકડ મજબૂત
બીજી તરફ પાંચ વર્ષમાં એક વખત આયોજિત થનારી કોમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક પાર્ટીના બંધારણમાં કરવામાં આવેલા સંશોધનો સાથે પૂર્ણ થઇ હતી. આ દરમિયાન પાર્ટીની કેન્દ્રીય સમિતીની ચૂંટણી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગને અધિકાર આપવા માટે પોતાના બંધારણમાં બદલાવ સબંધિત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા બાદ એવુ માનવામાં આવતુ હતુ કે હવે શી જિનપિંગની ચીની હકૂમત પર પકડ વધુ મજબૂત બનશે.
Advertisement