પટણા: જનતા દળ યૂનાઇટેડ (JDU)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન થયુ છે, તેમણે ગુરૂગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેમની દીકરી સુભાષિનીએ ફેસબુક પોસ્ટ કરીને તેની જાણકારી આપી હતી.
Advertisement
Advertisement
1974માં સક્રિય રાજનીતિમાં પગ મુક્યો
શરદ યાદવનો જન્મ 1 જુલાઇ, 1947માં મધ્યપ્રદેશના હોશંગાબાદના બંદાઇ ગામમાં થયો હતો. શરદ યાદવનો અભ્યાસ સમયે જ રાજનીતિમાં રસ રહ્યો હતો. 1971માં તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેટલાક આંદોલનમાં ભાગ લીધો હતો. તે 1974માં મધ્યપ્રદેશના જબલપુરથી પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. વિદ્યાર્થી રાજનીતિથી લઇને રાષ્ટ્રીય રાજનીતિમાં ઓળખ બનાવનારા શરદ યાદવે બિહારના રાજકારણમાં મોટો હોદ્દો મેળવ્યો હતો.
કેન્દ્રીય રાજનીતિમાં પણ સક્રિય રહ્યા
શરદ યાદવ 1999થી 2001 સુધી કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રહ્યા. 1 સપ્ટેમ્બર, 2001થી 30 જૂન 2022 સુધઈ તે કેન્દ્રીય શ્રમ મંત્રી રહ્યા. આ રીતે 12 જુલાઇ 2002થી 15 મે 2004 સુધી ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
શરદ યાદવના નિધનના સમાચાર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લખ્યુ, શરદ યાદવના નિધનના સમાચાર સાંભળીને દુખ થયુ. પોતાના લાંબા સાર્વજનિક જીવનમાં તેમણે ખુદને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા છે. તે ડૉ. લોહિયાના આદર્શોથી પ્રભાવિત હતા. હું હંમેશા અમારી વાતચીતને સાચવીને રાખીશ, તેમના પરિવાર અને ફેન્સ પ્રત્યે સંવેદના, ઓમ શાંતિ.
લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે પણ દુખ વ્યક્ત કર્યુ
લાલુ પ્રસાદ યાદવે પણ ટ્વીટ કરીને શરદ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી. લાલુ પ્રસાદ યાદવે કહ્યું, અત્યારે સિંગાપુરમાં રાત્રિના સમયે શરદ ભાઇના જવાના દુખદ સમાચાર મળ્યા. હું ખૂબ જ લાચાર છું. અહી આવ્યા પહેલા મુલાકાત થઇ હતી અને કેટલુ અમે વિચાર્યુ હતુ સમાજવાદી અને સામાજિક ન્યાય પ્રવાહના સંદર્ભમાં, શરદ ભાઇ અલવિદા કહેવા માંગતો નથી. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
તેજસ્વી યાદવે પણ ટ્વીટ કરીને કહ્યું, મંડલ મસીહા, RJDના સીનિયર નેતા મહાન સમાજવાદી નેતા મારા આદરણીય શરદ યાદવજીના અકાળ અવસાનના સમાચારથી હું દુખી છું. હું કશું કહી શકવા અસમર્થ છું. માતા અને ભાઇ શાંતનુ સાથે વાત થઇ છે. દુખના આ સમયમાં સંપૂર્ણ સમાજવાદી પરિવાર પરિવારજનો સાથે છે.
Advertisement