ન્યૂયોર્ક: અમેરિકાના એરસ્પેસમાં ચીની જાસૂસી બલૂન જોવા મળ્યાના એક અઠવાડિયા પછી, બીજી અજાણી ઉડતી વસ્તુ જોવા મળી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે અલાસ્કાના આકાશમાં ઉડતી એક અજાણી વસ્તુને ફાઇટર પ્લેન દ્વારા તોડી પાડવામાં આવી છે.
Advertisement
Advertisement
વ્હાઇટ હાઉસના અધિકારીએ કહ્યું કે ઉડતી વસ્તુનો હેતુ અને સ્ત્રોત જાણી શકાયો નથી. તે 40,000 ફૂટની ઉંચાઈ પર ઉડતું હતું અને નાગરિક વિમાન માટે જોખમ હતું.
રાષ્ટ્રપતિએ આપ્યા હતા વસ્તુને તોડી પાડવાના આદેશ
વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ જો બિડેને સૈન્યને આ પદાર્થ છોડવાનો આદેશ આપ્યો હતો, તેમણે વધુમાં કહ્યુ કે આ પદાર્થ ચીની જાસૂસી બલૂન કરતા નાનો હતો અને લગભગ કાર જેટલો હતો. કિર્બીએ કહ્યુ, અમને ખબર નથી કે આ વસ્તુ કોઇ સરકાર કે કંપનીની છે. અમને તેનો વાસ્તવિક હેતુ ખબર નથી.
ઉડનારી વસ્તુમાં ના મળ્યુ કોઇ જાસુસી ગેઝેટ- અધિકારી
અમેરિકન સંરક્ષણ વિભાગના કાર્યાલય પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે કહ્યુ કે આ વસ્તુને તોડવા માટે F-22 રેપ્ટર વિમાને AIM-9Xનો ઉપયોગ કર્યો હતો. આ વિમાન અને હથિયારથી ચીનના જાસૂસી બલીન પર નિશાન સાધવામાં આવ્યું હતું. કેટલાક અધિકારીઓનું કહેવુ છે કે શુક્રવારે તોડી પાડવામાં આવેલી વસ્તુમાં જાસૂસીનું કોઇ ગેઝેટ મળ્યુ નથી. બીજી તરફ કેનેડાએ પણ અમેરિકાના આ નિર્ણયનું સમર્થન કર્યુ છે.
Advertisement