લંડન : મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અંતિમ વિદાઇ આપી દેવામાં આવી છે. આનાથી પહેલા કિંગ ચાર્લ્સ IIIએ રવિવારે બકિંગઘમ પેલેસમાં દુનિયાભરના નેતાઓનું સ્વાગત કર્યું. ત્યાં હાજર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ અવસરે દિવંગત મહારણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. 1965 પછી પ્રથમ વખત કોઈ બ્રિટનમાં રાજકીય અંતિમ સંસ્કારનો સન્માન આપવામાં આવી રહ્યો છે. અંતિમ વખત બ્રિટનના પહેલા વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલનો રાજકીય અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. લંડનના વેસ્ટમિંસ્ટર અબે બ્રિટન અને દુનિયાના લોકો મહારાણીને અંતિમ વિદાઇ આપી હતી.
Advertisement
Advertisement
યુએસ પ્રમુખ બિડેને જણાવ્યું હતું કે 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન પામેલા રાણીએ 70 વર્ષ સુધી “સેવાની ધારણા”નું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે રાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને તેમની માતાની યાદ અપાવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને બકિંગહામ પેલેસ જતા પહેલા આ ટિપ્પણી કરી હતી.
શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા પછી બાઈડેને કહ્યું, “ઈંગ્લેન્ડના બધા લોકો, યૂનાઈટેડ કિંગડમના બધા લોકો, હવે આપણું દિલ (મહારાણી એલિઝાબેથ) આપણા બધાથી જૂદા થઈ રહ્યું છે, તમે ભાગ્યશાળી રહ્યાં કે 70 વર્ષ સુધી તમે તેમના સાનિધ્ય મેળવ્યું, અમે બધાએ તેમનું પ્રેમ મેળવ્યું કેમ કે દુનિયા તેમની દ્રષ્ટિમાં ખુબ જ સારી હતી.”
Advertisement