ગ્રીસના લારિસા શહેર નજીક બે ટ્રેનો વચ્ચે સામસામે અથડાવાને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધારે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. એથેન્સથી ઉત્તરીય શહેર થેસ્સાલોનિકી જતી પેસેન્જર ટ્રેન અને થેસ્સાલોનિકીથી લારિસા જતી માલવાહક ટ્રેન ઉત્તરીય શહેર થેસ્સાલોનિકીમાં મધ્ય ગ્રીક શહેર કોન્સ્ટેન્ટિનોસ એગોરાસ્ટોસની બહાર સામસામે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેના બે કોચ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
Advertisement
Advertisement
250 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા
Hospital officials say at least 60 people are injured after a passenger train collided with an oncoming freight train in northern Greece. https://t.co/Lcf9kvjmJR pic.twitter.com/i3FvRIYu1J
— ABC News (@ABC) March 1, 2023
આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માત બાદ ટ્રેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. કોચના કાચ તૂટી જવાને કારણે કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં બચાવકર્મીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટોર્ચ સાથે બચાવ કાર્યકરો ઘાયલ મુસાફરોને શોધતા જોવા મળ્યા હતા.
સ્થાનિક ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ગ્રીસમાં મંગળવારે મોડી રાત્રે બે ટ્રેનો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 85 લોકો ઘાયલ થયા. ઘાયલોની સંખ્યા હજુ વધી શકે છે.
Advertisement