કોચ્ચી: કેરળના તિરૂવનંતપુરમ એરપોર્ટ પર શુક્રવારે અફરાતફરીનો માહોલ બની ગયો હતો. કાલીકટથી દમ્મમ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ટેકનિકલ કારણોને કારણે ડાયવર્ટ કરવામાં આવી હતી, પછી તિરૂવનંતપુરમ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. તે પછી તિરૂવનંતપુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યુ હતુ. કાલીકટથી દમ્મમ જતી ફ્લાઇટમાં હાઇડ્રોલિક ગેઝેટ ખરાબ થવાને કારણે તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટના સુત્રો અનુસાર ફ્લાઇટ બપોરે 12.15 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી.
Advertisement
Advertisement
સૂત્રોનું કહેવુ છે કે 182 મુસાફરોને લઇને જઇ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ આઇએક્સ 385 ફ્લાઇટ (Air India Express Flight Emergency Landing)નો પાછળનો ભાગ કાલીકટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સવારે ઉડાન ભરવા દરમિયાન રન વે સાથે ટકરાયો હતો. આ દરમિયાન એરપોર્ટ મેનેજમેન્ટે ઇમરજન્સી જાહેર કરી હતી.
#WATCH | Dammam bound Air India Express flight from Calicut diverted to Thiruvananthapuram due to technical reasons lands safely at the airport. A full emergency was declared at the Thiruvananthapuram airport for the landing of this flight pic.twitter.com/22EunuU0n5
— ANI (@ANI) February 24, 2023
મોટી દૂર્ઘટના ટળી
જાણકારી અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ આઇએક્સ 3 385 ફ્લાઇટને એરપોર્ટ પર બપોરે 12.15 વાગ્યે સુરક્ષિત લેન્ડ કરવામાં આવી હતી. સૂત્રોની માનીએ તો કાલીકટથી ટેકઓફ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ રન વે સાથે ટકરાયો હતો, તે પછી ફ્લાઇટના પાયલોટોએ સૂઝબુઝ બતાવતા પહેલા ફ્લાઇટના ઇંધણને ડંપ કર્યો હતો અને પછી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યુ હતુ.
Advertisement