રાયપુર: છત્તીસગઢના કોલસા લેવી કૌભાંડમાં EDએ કાર્યવાહી કરી છે. કૌભાંડમાં મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલ EDએ કોંગ્રેસના કોષાધ્યક્ષ, ધારાસભ્ય સહિત તમામ નેતાઓને ત્યા રેડ પડી છે. આ રેડ એવા સમયે પડી છે જ્યારે છત્તીસગઢના રાયપુરમાં 24-26 ફેબ્રુઆરી સુધી કોંગ્રેસ પાર્ટીનું મહાઅધિવેશન મળવાનું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે અદાણીનું સત્ય સામે આવતા ભાજપ હતાશ છે, આ રેડ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
Advertisement
Advertisement
કહેવામાં આવે છે કે કોલસા લેવી કૌભાંડમાં મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલા ઇડીએ એક ડઝનથી વધુ સ્થળો પર રેડ પડી છે, જેમાં કોંગ્રેસી નેતાઓના ઘર પણ સામેલ છે. સુત્રો અનુસાર, ઇડી તે લોકોની તપાસ કરી રહી છે જેમણે વર્તમાન સરકારમાં કોલસા લેવી કૌભાંડમાં લાભ મળ્યો છે. આરોપ છે કે છત્તીસગઢમાં કોલસા કૌભાંડ થયો છે, જેમાં સીનિયર આઇએએસ, વેપારી, રાજનેતા અને વચેટિયા સામેલ હોવાની આશંકા છે.
ભાજપ હતાશ- ભૂપેશ બઘેલ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યુ કે ભારત જોડો યાત્રાની સફળતાથી અને અદાણીનું સત્ય ખુલવાથી ભાજપ હતાશ છે. આ રેડ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
'भारत जोड़ो यात्रा' की सफलता से और अडानी की सच्चाई खुलने से भाजपा हताश है। यह छापा ध्यान भटकाने का प्रयास है।
देश सच जानता है। हम लड़ेंगे और जीतेंगे। 2/2
— Bhupesh Baghel (@bhupeshbaghel) February 20, 2023
ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને જણાવ્યુ કે ઇડીએ છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ, પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને એક ધારાસભ્ય સહિત તમામ કોંગ્રેસી નેતાઓને ત્યા રેડ કરી છે, તેમણે કહ્યુ, ચાર દિવસ પછી રાયપુરમાં કોંગ્રેસનું મહાઅધિવેશન છે. તૈયારીમાં લાગેલા સાથીઓને આ રીતે રોકીને આશા નથી તોડી શકતા. દેશ સાચુ જાણે છે, અમે લડીશુ અને જીતીશું.
કૌભાંડમાં અત્યાર સુધી 9 લોકોની થઇ ચુકી છે ધરપકડ
કોલસા કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં સીએમઓ (મુખ્યમંત્રી કાર્યાલય)માં ઉપ સચિવ રહેલા સૌમ્યા ચૌરસિયાને ગત વર્ષે 2 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ 15 ડિસેમ્બરે તેમણે સચિવાલયમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 11 ડિસેમ્બરે આ કેસમાં ઇડીએ આઇએએસ અધિકારીઓ સહિત કેટલાક અન્યની 152.31 કરોડ રૂપિયાની સંપત્તિ કુર્ક કરી હતી.
આ પહેલા આ કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. જેમાં રાજ્ય પ્રશાસનિક સેવાના અધિકારી ચૌરસિયા, સૂર્યકાંત તિવારી, તેમના કાકા લક્ષ્મીકાંત તિવારી, છત્તીસગઢ કેડરના આઇએએસ અધિકારી સમીર બિશ્નોઇ અને એક અન્ય કોલસા વેપારી સુનીલ અગ્રવાલ સામેલ છે.
Advertisement