રાયપુર: ઇડીએ છત્તીસગઢમાં મની લૉન્ડ્રિંગના એક કેસમાં રેડ બાદ IAS અધિકારી સમીર વિશ્નોઇ અને બે અન્ય લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે, તેમણે જણાવ્યુ કે સંઘીય એજન્સીએ રાયપુરના ઇન્દ્રમણિ ગ્રુપના વેપારી સુનીલ અગ્રવાલ અને ફરાર વેપારી સૂર્યકાંત તિવારીના સબંધી લક્ષ્મીકાંત તિવારીની સવારે અટકાયત કરી હતી.
Advertisement
Advertisement
ત્રણ લોકોને મની લોન્ડ્રિંગ કેસની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને તેમણે એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યા ઇડી તેમની અટકાયતનો અનુરોધ કરશે. એજન્સીએ બુધવારે રાયપુર સ્થિત છત્તીસગઢ ઇન્ફોટેક પ્રમોશન સોસાયટીના સીઇઓ વિશ્નોઇની પૂછપરછ કરી હતી.
11 ઓક્ટોબરે છત્તીસગઢમાં કેટલીક જગ્યાએ રેડ કરવામાં આવી
સરકારી અધિકારીઓ, વેપારી અને ખાનગી સંસ્થાના કથિત ગઠજોડ દ્વારા રાજ્યમાં ટ્રાન્સપોર્ટર પાસેથી ગેરકાયદેસર વસૂલી કરવા સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગના કેસમાં એજન્સીએ 11 ઓક્ટોબરે છત્તીસગઢમાં કેટલીક જગ્યાએ રેડ કર્યા બાદ આ ધરપકડ કરી છે. એજન્સીએ IAS અધિકારી અને રાયગઢ જિલ્લા અધિકારી રાનૂ સાહૂના ઘરને સીલ કરી દીધુ હતુ કારણ કે તે રેડ દરમિયાન મળ્યા નહતા. સાહૂએ એજન્સીને જાણ કરી કે તેમની કોઇ તબીબી પ્રક્રિયા ચાલી રહી છે અને તેમણે તપાસમાં સહયોગનું આશ્વાસન આપ્યુ હતુ.
રેડમાં ચાર કરોડ રૂપિયા કેસ અને જ્વેલરી જપ્ત
આ પહેલા ઇડીએ રેડ કરીને લગભગ 4 કરોડ રૂપિયાની કેસ અને જ્વેલરી જપ્ત કરી હતી. જપ્તીની કાર્યવાહી સરકારી અધિકારીઓ અને ખાનગી લોકો પાસેથી કરવામાં આવી છે. રાજગઢના જિલ્લા અધિકારી રાનૂ સાહૂના ઓફિશિયલ ઘરને કેન્દ્રીય એજન્સીએ સીલ કરી દીધુ છે કારણ કે તેના ઘરમાં રેડ દરમિયાન તે હાજર નહતા.
Advertisement