નવી દિલ્હી: પંજાબના હોશિયારપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. એક વ્યક્તિએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો સુરક્ષા ઘેરો તોડીને ગળે મળ્યો હતો. જે બાદ કાર્યકર્તાઓએ તે વ્યક્તિને પકડીને ખેચી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ઓનલાઇન શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓ સાથે આગળ વધી રહ્યા છે પરંતુ આ વચ્ચે એક વ્યક્તિ તેમના ગળે આવીને મળે છે.
Advertisement
Advertisement
#WATCH | Punjab: A man tried to hug Congress MP Rahul Gandhi, during Bharat Jodo Yatra in Hoshiarpur, was later pulled away by workers.
(Source: Congress social media) pic.twitter.com/aybyojZ1ps
— ANI (@ANI) January 17, 2023
રાહુલ ગાંધીના ગળે મળતા જ બાકી કાર્યકર્તા તેને પકડીને ખેચી લે છે. તે બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની સુરક્ષા મજબૂત કરી દીધી હતી જેથી કોઇ અજાણ્યો વ્યક્તિ તેમની પાસે ના આવી જાય. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને સવાલ પણ ઉઠી ચુક્યા છે. કોંગ્રેસ નેતા ભારતીય જનતા પાર્ટીને પણ ઘેરી ચુક્યા છે.
Advertisement