બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનકે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર દિવાળી પછી એક કાર્યક્રમમાં સામેલ થવાની તસવીર શેર કરી છે.
Advertisement
Advertisement
આ સમારંભ 10 ડાઉનિંગ સ્ટ્રીટ એટલે બ્રિટનના વડાપ્રધાનના આવાસ પર કાર્યક્રમ યોજાયો હતો. હાથ જોડેયલી પોતાની એક તસવીર શેર કરતાં સુનકે લખ્યું છે, “આજે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળી રિસેપ્શનમાં સામેલ થવું શાનદાર રહ્યું. હું આ કાર્યભાળ હેઠળ જે પણ કરી શકીશ તે બધુ જ કરીશ જેથી બ્રિટનને એવું બનાવી શકું કે જ્યાં આપણા બાળકો અને બાળકોના બાળકો દિવા પ્રગટાવી કરી શકે અને ભવિષ્યને આશાઓ સાથે દેખી શકે.”
ખાસ વાત તે છે કે હિન્દૂઓના ખાસ તહેવાર, દિવાળીના દિવસે જ બ્રિટનની ક્ન્ઝર્વેટિવ પાર્ટીએ સુનકના પીએમ બનવા પર મોહર મારી હતી. ઋષિ સુનક સમયાંતર પોતાની હિન્દૂ ઓળખને વ્યક્ત કરતાં રહ્યાં છે.
તેઓ અનેક અવસરો પર મંદિર અને ધાર્મિક આયોજનોમાં પણ સામેલ થતા રહ્યાં છે. વર્ષ 2020માં જ્યારે ઋષિએ નાણામંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે તેમને ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.
એવા વીડિયો પણ છે, જેમાં ઋષિ સુનક ગાયની પૂજા કરતાં જોવા મળ્યા છે. વર્ષ 2020માં દિવાળી પર પોતાના ઘર બહાર દિવો પ્રગટાવતી તસવીર પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.
Advertisement