નવી દિલ્હી: દિલ્હી મહાનગર પાલિકા (MCD)ની ચૂંટણીમાં મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. શરૂઆતમાં આમ આદમી પાર્ટીને બહુમત મેળવી લીધુ છે. MCDની 250 બેઠક પર 4 ડિસેમ્બરે મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં 250 વોર્ડમાં કુલ 1349 ઉમેદવાર મેદાનમાં છે. દિલ્હી એમસીડી પર 15 વર્ષથી ભાજપ સત્તામાં હતુ પરંતુ આ વખતે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે.
Advertisement
Advertisement
મતની ગણતરી માટે ચૂંટણી પંચે કુલ 42 મતગણતરી કેન્દ્ર બનાવ્યા છે. દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 250 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 133, ભાજપને 103 અને કોંગ્રેસ 11 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 89 બેઠક જીતી છે જ્યારે ભાજપ 69 બેઠક જીત્યુ છે જ્યારે કોંગ્રેસનો 4 બેઠક પર વિજય થયો છે.
Advertisement