ભારતમાં કોરોનાના રોજના 3000 કેસો આવતાં એક નવા વેરિયન્ટની ચરમસીમા તરફ આપણે જઈ તો નથી રહ્યા ને એવી ભીતી થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં સીધો જ 40 ટકાનો ઉછાળો આવવાથી સમગ્ર દેશ અને રજ્યોના આરોગ્ય વિભાગો સતર્ક થઈ ગયા છે.
Advertisement
Advertisement
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 3016 નવા કેસો સામે આવ્યા છે. જેમાં 1396 જણાં સારા થયા છે. દૈનિક કેસોની વાત કરીએ તો 13509 જેટલા રોજના નવા કેસો આવી રહ્યા છે જે દૈનિક દર પ્રમામે 2.73 ટકા છે જ્યારે અઠવાડિક દર 1.71 ટકા છે.
છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસોમાં 78 ટકાનો વધારો થયો છે. 19 થી 25મી માર્ચ દરમ્યાન 8781 નવા કેસો એકલા ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં જોવા મળ્યા છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા પ્રસારિત આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4,41,68,321 લોકો કોરોનાથી સંક્રમણ મુક્ત થયા છે જ્યારે 1.19 જેટલો મૃત્યુદર રહ્યો છે.
રાજ્ય સરકારે સૌને પાંચ સ્તરની સ્ટ્રેેચેજી અપનાવવાની સલાહ આવી છે. જેમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, ટીકા અને કોવિડ અનુકૂળ વ્યવહાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.
Advertisement