2,20,64,71,236 જેટલા ડોઝથી ભારત સરકારે કોરોના સામેની લડાઈમાં એક વિક્રમ સર્જીને ભારતીયોની શારીરિક શક્તિ અને કોરોનાની વેક્સિનના નેટવર્કનો સમગ્ર વિશ્વને પરિચય આપ્યો હતો.
Advertisement
Advertisement
લૂઈ પાશ્ચરની હડકવા વિરોધી રસીથી લઈને છેક કોરોનાની રસી સુધીનો મેડિકલનો ઈતિહાસ ખૂબ જ રસપ્રદ છે. ભારતમાં ભારત બાયોટેક દ્વારા આપવામાં આવેલી કોવિશિલ્ડ, અમેરિકાની ફાઈઝર, રશિયાની સ્પુટનિક અને બ્રિટનની એસ્ટ્રાજેનકા સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની.
પોલીયો અને બીસીજી સહિત કમળો, ઝેરી કમળો અને બાળકોમાં ન્યૂમોકોકલ પર પ્રભુત્વ મેળવ્યા બાદ આપણી સરેરાશ આયુષ્યમાં અને તંદુરસ્તીની ગુણવત્તામાં સુધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની વેક્સિનની અસરકારક્તા પછી અનેક દેશોએ ભારતીય નેટવર્ક અને ભારતીય રસીકરણને એક વૈશ્વિક અભિયાન તરીકે સ્વીકાર્યું છે.
અમેરિકા અને યુરોરના દેશોએ પણ ભારતીય રસીકરણની સરાહના કરી હતી.
Advertisement