ભોપાલ: મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ મંત્રી પરિષદના મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાના એક નિવેદન પર વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં તે કોંગ્રેસ કાર્યકર્તાઓને એમ કહેતા સાંભળી શકાય છે કે તે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ જાય અથવા મુખ્યમંત્રીનું બુલડોઝરથી ધ્વસ્ત થવા માટે તૈયાર રહે.
Advertisement
Advertisement
મધ્ય પ્રદેશના પંચાયતી રાજ મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાએ મધ્ય પ્રદેશના રૂઠિયાઇ શહેરમાં એક જનસભા દરમિયાન આ નિવેદન આપ્યુ હતુ. ભાજપ શાસિત કેટલાક અન્ય રાજ્યની જેમ મધ્ય પ્રદેશમાં અલગ અલગ ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા લોકોના ઘરના ગેરકાયદેસર ભાગને બુલડોઝરથી તોડવાની ઘટના જોવા મળી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બુલડોઝરના આ રીતના ઉપોગને ગુનાહિત અને ગુનેગારો વિરૂદ્ધ તેમની સરકારની ઝીરો ટોલરન્સની નીતિ તરીકે પ્રચાર કરતા રહ્યા છે.
રાધોગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર માટે પ્રચાર દરમિયાન તેમણે કહ્યુ, “કોંગ્રેસના મેમ્બર લોકો! સાંભળી લો- ભાજપમાં સામેલ થઇ જાવ, ધીમેથી આ તરફ (ભાજપ) આવતો રહો. વર્ષ 2023માં પણ મધ્ય પ્રદેશમાં ભાજપ જ સરકાર બનાવશે. મામાનું બુલડોઝર રેડી છે.”
राघोगढ़ में कांग्रेसियों से बोले पंचायत मंत्री महेंद्र सिंह सिसोदिया "भाजपा में आ जाओ नहीं तो 2023 के बाद बुलडोजर तैयार है"
मंत्री जी,आपका बुल डोजर अंग्रेजों से बड़ा नहीं है,हम उनसे लड़े हैं.@OfficeOfKNath pic.twitter.com/t0ZvVtd8Oh— KK Mishra (@KKMishraINC) January 19, 2023
મધ્ય પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાધોગઢ મહાનગરમાં સ્થાનિક ચૂંટણી યોજાઇ રહી છે. રાધોગઢ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા દિગ્વિજય સિંહનો વિસ્તાર છે જ્યા તેમના પુત્ર જયવર્ધન સિંહ ધારાસભ્ય છે.
કોંગ્રેસે સાધ્યુ નિશાન
મધ્ય પ્રદેશના મંત્રીના વિવાદિત નિવેદનને લઇને કોંગ્રેસે નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ હરિશંકર વિજયવર્ગીયે કહ્યુ કે મંત્રીને ઘમંડ આવી ગયુ છે, તેમણે ભાજપની છબીને ખરાબ કરી છે, જેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં ભોગવવુ પડશે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા કેકે મિશ્રાએ સિસોદિયાના વીડિયોને ટ્વીટ કર્યુ છે, તેમણે કહ્યુ કે મંત્રીજી, તમારૂ બુલડોઝર અંગ્રેજોથી મોટુ નથી, અમે તેમની સામે પણ લડાઇ લડી છે.
Advertisement