ઈન્દોર: મધ્ય પ્રદેશના ઉજ્જેનમાં એક ગરબા પંડાલમાં આવેલા ત્રણ મુસ્લિમ યુવકો સાથે બજરંજના સભ્યો સાથે પારમીટ કરી હતી. આ ઘટના શનિવારની છે. ઘટના સાથે જોડાયેલા વીડિયો સામે આવ્યા છે, જેમાં યુવકોને બજરંગ દળના લોકો માર મારી રહ્યાં છે. તેટલું જ નહીં મધ્ય પ્રદેશમાં આયોજિત ગરબા કાર્યક્રમમાં આવનારા લોકોની આઈડી પણ બજરંગ દળના સભ્યો દ્વારા ચેક કરવામાં આવે છે. બજરંગ દળનો આરોપ છે કે મુસ્લિમ લોકો લવ જેહાદ માટે આવે છે. જોકે, અત્યાર સુધી કોઈએ પણ આવી ફરિયાદ કરી નથી. આ આરોપ માત્ર બજરંગ દળ તરફથી લગાવવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
ઈન્દોર બજરંગ દળના સંયોજક તન્નૂ શર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે ગરબા પંડાલોમાંથી 14 મુસલમાનોને પકડ્યા છે. અમે ગેર-હિન્દુઓને ગરબા ઉત્સવમાં ના આવવા માટે ચેતવણી આપી હતી. અમે ગરબા ઉત્સવમાં જિહાદી માનસિકતાવાળા લોકોને પકડ્યા છે. આ લોકો મહિલાઓના વીડિયો બનાવી રહ્યાં હતા. ગરબા પંડાલમાં આ લવ જિહાદ માટે આવે છે. અમે પણ ભાઈચારો ઈચ્છીએ છીએ, તેઓ પોતાના પરિવાર સાથે કેમ આવતા નથી? જો તેઓ ઉત્સવ માટે આવે છે તો પોતાની આઈડી કેમ છૂપાવે છે? કોઈ જ સમસ્યા નથી જો મુસલમાન પોતાના પરિવાર સાથે આવે છે તો. બજરંગ દળ હિંસાની શરૂઆત કરતો નથી, પરંતુ જ્યારે મહિલાઓને ખતરો હોય તો અમે કાર્યવાહી કરીશું. તે લોકોએ કેટલીક મહિલાઓનો હાથ પકડ્યો, અમે હિંસાથી જવાબ આપ્યો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈ મહિલાએ તેમને ફરિયાદ કરી. તેના પર તેમને કહ્યું કે, અમે પોતે નજર રાખીએ છીએ, અમારી છોકરીઓ બધુ સમજતી નથી. ગૃહ મંત્રીએ ગરબા પંડાલોમાં પ્રવેશ માટે આઈડી પણ અનિવાર્ય કરી છે.
તેમને પ્રશ્ન કર્યો કે તમે બધાની ID જૂઓ છો કે માત્ર મુસ્લિમની? તેમને કહ્યું કે, અમે તો લોકોની તપાસ કરીએ છીએ જે સંદિગ્ધ લાગે છે. અમારા કાર્યકર્તા નજર રાખે છે, તે પછી અમે તેમને પકડી લઈએ છીએ. કોઈ પણ પૂરાવા વગર અમે કોઈને માર મારતા નથી. સિંગલ હિન્દૂ પુરૂષને કેમ આવવા દેવામાં આવે છે? તે પ્રશ્ન પૂછવા પર તેમને કહ્યું, આ એક હિન્દૂ તહેવાર છે. હિન્દુઓ દ્વારા કંઈ પણ ખોટું કરવાનો કોઈ જ ઉદાહરણ નથી. તેઓ અહીં લવ જેહાદ માટે આવે છે, આસ્થા માટે નહીં.
Advertisement