દિલ્હીઃ વિરોધપક્ષના નેતાઓનું માઈક બંધ કરવા અંગે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપ પર ઉપરાષ્ટ્રપતિ મના નિવેદન બાદ કોંગ્રેસે દાવો અને હકીકતનો એક વીડિયો જાહેર કર્યો હતો. ..
Advertisement
Advertisement
મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાએ વીડિયો શેર કર્યો
આ વીડિયો મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાએ શેર કર્યો છે. તેમાં રાષ્ટ્રપતિ જણાવી રહ્યા છે કે આજ સુધી સંસદમાં ક્યારેય માઈક બંધ થયું નથી. જ્યારે બીજા ભાગમાં સંસદમાં બોલતી વખતે વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીનું માઈક બંધ થતું દર્શાવાયું છે.
શું છે મામલો ?
રાહુલ ગાંધીએ બ્રિટનની મુલાકાત દરમિયાન લંડન સ્થિત સંસદ પરિષદમાં માઈક્રોફોનના ઉપયોગ અંગે ભારતની સંસદનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભારતની સંસદમાં બોલતી વખતે વિપક્ષના નેતાઓનું માઈક બંધ કરી દેવામાં આવે છે.
આ નિવેદન અંગે મેરઠની ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટીમાં આયોજીત એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે આનાથી વધારે મોટું કોઈ જૂઠ્ઠાણું હોઈ શકે નહીં અને આ શક્ય પણ નથી.
Advertisement