ગુજરાત એક્સક્લૂઝિવ: ગુજરાત કોંગ્રેસ દ્વારા રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની રવિવારે બે યાદી જાહેર કરી છે. મોડી રાતે આવેલી છઠ્ઠી યાદીમાં કોંગ્રેસે 33 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ છ્ઠી યાદીમાં મહત્વની બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં રાધનપુર બેઠક પરથી રઘુભાઈ દેસાઈ, વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર, થરાદમાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ ફાળવી છે. આ સાથે આજે ગુજરાત કોંગ્રેસે કુલ 39 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.
Advertisement
Advertisement
- વાવ – ગેનીબેન ઠાકોર
- થરાદ – ગુલાબસિંહ રાજપૂત
- ધાનેરા – નાથાભાઈ પટેલ
- દાંતા – કાંતિભાઈ ખરાડી
- વડગામ – જિગ્નેશ મેવાણી
- રાધનપુર – રઘુભાઈ દેસાઈ
- ચાણસ્મા – દિનેશભાઈ ઠાકોર
- પાટણ – ડો.કિરિટકુમાર પટેલ
- સિદ્ધપુર – ચંદનજી ઠાકોર
- વિજાપુર – ડો.સીજે ચાવડા
- ખેડબ્રહ્મા – તુષાર ચૌધરી
- મોડાસા – રાજેન્દ્રસિંહ ઠાકોર
- માણસા – ઠાકોર બાબુભાઈ
- કલોલ – બળદેવજી ઠાકોર
- વેજલપુર – રાજેન્દ્ર પટેલ
- વટવા – બળવંતભાઈ ગઢવી
- નિકોલ – રણજીત બરાડ
- ઠક્કરબાપા નગર – વિજયકુમાર બ્રહ્મભટ્ટ
- બાપુનગર- હિંમતસિંહ પટેલ
- દરિયાપુર – ગ્યાસુદ્દીન શેખ
- જમાલપુર ખાડિયા – ઈમરાન ખેડાવાલા
- દાણીલીમડા – શૈલેષ પરમાર
- સાબરમતી – દિનેશ મહીડા
- બોરસદ – રાજેન્દ્રસિંહ પરમાર
- આંકલાવ – અમિત ચાવડા
- આણંદ – કાંતિભાઈ પરમાર
- સોજિત્રા – પૂનમભાઈ પરમાર
- મહુધા -ઈન્દ્રજીતસિંહ પરમાર
- ગરબાડા – ચંદ્રિકાબેન બારૈયા
- વાઘોડિયા – સત્યજીતસિંહ ગાયકવાડ
- છોટાઉદેપુર – સંગ્રામસિંહ રાઠવા
- જેતપુર – સુખરામ રાઠવા
- ડભોઈ – બાલકૃષ્ણ પટેલ
સિદ્ધપુરમાં મોટી જંગ હતી, જ્યાં ચંદનજી ઠાકોરને ટિકિટ અપાઈ. આ બેઠક પર જયનારાયણ વ્યાસની ચર્ચા હતી, તેને બદલે ચંદનજી ઠાકોરને મેદાનમાં આપી. ખેડબ્રહ્માથી તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ, જે મોટું નામ છે, જેઓ અશ્વિન કોટવાલ સામે મેદાનમા ઉતરશે
ગાંધીનગરના સીજે ચાવડાને વિજાપુર તેમના વતનથી ટિકિટ આપી છે
ડભોઈ બેઠક પર પટેલ ઉમેદવારને ટિકિટ અપાઈ, આખરે બાલકૃષ્ણ પટેલને અપાઈ. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલ ચૂંટણી લડતા હતા. પરંતુ તેઓ કરજણથી ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ આ બેઠક પર જો સતીષ નિશાળિયા કોંગ્રેસમાં જોડાય તો તેમની ટિકિટ કપાઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસને અનેક ધારાસભ્યોને રિપીટ કર્યા છે. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, જિગ્નેશ મેવાણી, બાપુનગરથી હિંમતસિંહને પટેલ, ચાણસ્માને દિનેશ ઠાકોર, પાટણથી ડો.કિરિટકુમાર પટેલ, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, મોડાસાથી રાજેન્દ્રસિંહ ઠાકોર, આણંદ કાંતિસોઢા પરમાર, ધાનેરા બેઠક પર રિપીટ કરાયા છે. આ સિવાય કોંગ્રેસની છઠ્ઠી યાદીમાં જોઈ શકાય છે કે અનેક ધારાસભ્યોને રિપીટ કરાયા છે. આ યાદી બતાવે છે કે, 33 માંથી 23 ધારાસભ્યોને કોંગ્રેસે રિપીટ કર્યાં છે.
Advertisement