પાલનપુર: ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર પુર જોશમાં શરૂ કર્યો છે. બનાસકાંઠાની વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન ગેનીબેન ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા.
Advertisement
Advertisement
ગેની બેન ઠાકોરે જનસભાને સંબોધતા કહ્યુ કે, “2017ની વિધાનસભા ચૂંટણીમાં આ જ સ્ટેજ પરથી અને આ જ ભૂમી પરથી ત્રણેય તાલુકા (વાવ, ભાભર અને સુઇગામ)યના મતદારોને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે તમે મને 5 વર્ષ ધારાસભ્ય તરીકે ચૂંટીને મુકો, તમે મારૂ મામેરૂ ભરો, તમે એક દિવસ મજૂરી કરો અને તમારી બેન-દીકરી તમારા માટે 5 વર્ષ કાળી મજૂરી કરશે. આ 5 વર્ષ મજૂરી કર્યા બાદ હું ફરી તમારી વચ્ચે આવી છુ, મારૂ મામેરૂ ભરો, દીકરી તરીકે મામેરૂ ભરો, દીકરી તરીકે મામેરૂ ભર્યુ હોય ત્યારે દીકરી તરીકેની જવાબદારી વધી જાય છે.”
ગેની બેન ઠાકોરે દારૂને લઇને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ગેનીબેન ઠાકોરે કહ્યુ કે દારૂ પીને યુવાન બરબાદ થાય છે, અમારી બેન દીકરીઓ વિધવા થાય છે. આજે પણ જાહેરમાં કહુ છું કે જે બુટલેગરો યુવાઓને બરબાદ કરવા માંગતા હોય તેવા લોકોની મહરેબાનીથી ચૂંટણી જીતવાની નથી. યુવાઓને બરબાદ કરવાનું કાવતરૂ ભાજપે કરેલુ છે, યુવાઓને બચાવવાનું કામ અને રોજગારીની વ્યવસ્થા કોંગ્રેસની સરકારે કરેલી છે.
ગેનીબેને કહ્યુ કે, મને એક કાર્યકર્તાએ કહ્યુ કે, તમે 5 વર્ષ ધારાસભ્ય રહ્યા, ગામે ગામને જોડતા રસ્તા બનાવ્યા, નવા રોડ બનાવ્યા. ગુજરાતમાં સૌથી વધુ રોડ વાવ, ભાભર અને સુઇગામમાં આ 5 વર્ષ દરમિયાન બન્યા છે.
આ પણ વાંચો: ધાનેરામાં ભાજપે ટિકિટ ના આપતા માવજી દેસાઇની અપક્ષ ઉમેદવારી, રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વાવ બેઠક પર જામશે જંગ
વાવ બેઠક પર કોંગ્રેસે ફરી એક વખત ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે ભાજપે આ વખતે શંકર ચૌધરીની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. શંકર ચૌધરીને થરાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભીમ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી પહેલા જ વાવ બેઠક પર 20થી 25 હજાર મતથી વિજય થવાનો દાવો પણ કર્યો છે.
2017ની ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા
ગેની બેન ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી વાવ બેઠક પરથી જ લડી હતી અને તેમણે ભાજપના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેની બેન ઠાકોરે 2017માં 6655 મતથી જીત મેળવી હતી. ગેની બેન ઠાકોર વાવ તાલુકામાં સામાજિક કાર્ય માટે જાણીતા છે.
Advertisement