ધાનેરા: બનાસકાંઠાના ધાનેરામાં માવજી દેસાઇને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ટિકિટ ના આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. માવજી દેસાઇ ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. આ પહેલા શક્તિ પ્રદર્શન યોજ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધાનેરામાં માવજીભાઇ દેસાઇની રેલીમાં એટલી બધા લોકો એકઠા થઇ ગયા હતા કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચોકી ગયા હતા. વિધાનસભા ચૂંટણીમાં ધાનેરામાં ત્રિપાંખીયો નહી પણ ચાર ઉમેદવારો વચ્ચે જોરદાર જંગ જામે તો નવાઇ નથી.
Advertisement
Advertisement
માવજી દેસાઇએ ભાજપમાંથી આપ્યુ રાજીનામુ
બનાસકાંઠામાં ધાનેરામાં માવજી દેસાઇને ભાજપે ટિકિટ ના આપતા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યુ હતુ. ભાજપમાંથી ટિકિટ ના મળતા માવજી દેસાઇ નારાજ થયા હતા.
ધાનેરામાં ભાજપે ટિકિટ ના આપતા માવજી દેસાઇની અપક્ષ ઉમેદવારી, રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા @MavjidesaiBJP #Dhanera #GujaratElection2022 pic.twitter.com/0DzFUewTpT
— GujaratExclusive (@GujGujaratEx) November 17, 2022
2017માં હાર્યા હતા માવજી દેસાઇ
માવજી દેસાઇ 2017માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા જોકે, 2000 મતથી તેઓ હારી ગયા હતા. માવજી દેસાઇને ટિકિટ મળશે તેવી શક્યતાને પગલે કાર્યકરો સાથે ધાનેરા મત વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી, જોકે, તેમની ટિકિટ કપાતા તેઓએ હવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
માવજી દેસાઇની જગ્યાએ ભાજપે ધાનેરા બેઠક પરથી ધાનેરા માર્કેટ યાર્ડના ચેરમેન અને કમિટીના સભ્ય ભગવાન પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઇ પટેલને રિપિટ કર્યા છે.
Advertisement