બેઇજિંગ: ચીનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. ચીનના સાંડુ કાઉન્ટીમાં એક્સપ્રેસ વે પર બસ પલટી ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બસમાં સવાર 27 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે બસમાં 47 લોકો સવાર હતા.
Advertisement
Advertisement
બસ પલટી જવાથી 27ના મોત
પોલીસના જણાવ્યા અનુસાર, ગુઇઝોઉ પ્રાંતની રાજધાની, ગુઇયાંગ શહેરની દક્ષિણપૂર્વમાં સાન્ડુ કાઉન્ટીમાં આજે એક બસ પલટી ગઈ જેમાં સવાર 47 લોકોમાંથી 27 લોકોના મોત થયા અને 20 મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ભારતમાં પણ 14 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક બસ ખાઈમાં ખાબકતા 11 લોકોના મોત થયા હતા. તો બીજા 24 કલાકમાં જ જમ્મુ -કાશ્મીરના રાજૌરીમાં વધુ એક બસ ખાઈમાં ખાબકતામાં તેમાં 8 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
Advertisement