મુંબઇ: મહારાષ્ટ્ર ATSએ વર્ષ 2022 સપ્ટેમ્બર મહિનામાં પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI)ના પાંચ આરોપીની ધરપકડ કરી હતી જે બાદ હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં ચોકાવનારા આરોપ લાગ્યા છે. ચાર્જશીટ અનુસાર, આરોપીઓ પાસે કેટલોક ડેટા મળ્યો છે જેમાં 2047 સુધી ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો પુરો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
દાખલ ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ, જ્યારે આરોપી મજહર મંસૂર ખાનની અટકાયત કરવામાં આવી તો તેના મોબાઇલમાંથી 2047 સુધી ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો રોડ મેપની બુકલેટ નામની એક ફાઇલ મળી હતી. જેમાં લખ્યુ હતુ, ઇન્ડિયા 2047 ભારતમાં ઇસ્લામના શાસન તરફ, આંતરિક દસ્તાવેજ પ્રચલન માટે નથી.
આ પીડીએફ ફાઇલ 7 પાનાની હતી જેમાં લખ્યુ હતુ, ભારતમાં ખાસ કરીને લક્ષદીપ અને જમ્મુ કાશ્મીરના 8 જિલ્લામાં 70 ટકા મુસ્લિમ જનસંખ્યા છે. ભારતમાં બીજા ક્રમની જનસંખ્યા છે. આ હિસાબથી 2047 સુધી આ આંકડો 100 ટકા થઇ જશે જે બાદ 2047માં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે.
Advertisement