નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઓનલાઇન ચાઇલ્ડ સેક્સુઅલ પોર્નોગ્રાફી કરનારાઓ પર શિકંજો કસવા માટે કમર કસી છે. CBIએ આવા કામમાં સામેલ લોકોને પકડવા અને પુરાવા ભેગા કરવા માટે રેડ શરૂ કરી છે. જાણકારી અનુસાર, તપાસ એજન્સી 20 રાજ્યમાં ઓછામાં ઓછા 56 સ્થળો પર રેડ કરી રહી છે.
Advertisement
Advertisement
CBI અનુસાર, કેટલીક આવી ગેન્ગ પસંદ કરવામાં આવી છે જે ચાઇલ્ડ સેક્સુઅલ પોર્નોગ્રાફી કરે છે અને તેના દ્વારા બાળકોને ફિઝિકલી બ્લેકમેલ પણ કરે છે. આ રેડ અભિયાન ક્લાઉડ સ્ટોરેજ સેવાઓ પર ટાર્ગેટ છે, જેનો ઉપયોગ ગુનાહિત બાળકોને ગેરકાયદેસર યૌન ગતિવિધિઓના ઓડિયો-વિજુઅલ સર્કુલેટ કરવા માટે કરે છે.
CBIની આ રેડનું કોડ નેમ ‘ઓપરેશન મેઘદૂત’ રાખવામાં આવ્યુ છે. આવા કામમાં સામેલ ગેગ્સ બે રીતે કામ કરે છે, પ્રથમ-ગ્રુપ બનાવીને અને બીજો વ્યક્તિગત રીતે. CBIને ઇન્ટરપોલ દ્વારા સિંગાપુરથી આ મામલે ઇનપુટ્સ મળ્યા હતા, તે બાદ ભારતમાં આ રેડ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 16 નવેમ્બરે પણ સીબીઆઇએ ઇન્ટરપોલની જાણકારી પર ‘ઓપરેશન કાર્બન’ ચલાવ્યુ હતુ, આ પણ તે ઓપરેશનનું ફોલોઅપ છે.
Advertisement