ટોરન્ટો: કેનેડા સ્થિત સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર ભારત વિરોધી વાત લખવાની ઘટના સામે આવી છે. મંદિરની દિવાલને નુકસાન પણ પહોચાડવામાં આવ્યુ છે. કેટલાક અરાજક તત્વો દ્વારા મંદિરની દિવાલ પર ખાલિસ્તાની ઝિંદાબાદ લખવામાં આવતા ભારતીયોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ભારત સરકારે પણ આપત્તિ વ્યક્ત કરી છે. ભારતીય હાઇકમિશને આ ઘટનાની ટિકા કરતા કાર્યવાહીની માંગ કરી છે.
Advertisement
Advertisement
ઓટાવા સ્થિત ભારતીય હાઇકમિશને પોતાના એક ટ્વીટમાં લખ્યુ કે ટોરંટોના સ્વામી નારાયણ મંદિરને નુકસાન પહોચાડવા અને ભારત વિરોધી વાતો લખવાની ઘટનાની અમે ટિકા કરીએ છીએ. કેનેડાના અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓ વિરૂદ્ધ તુરંત અને કડક કાર્યવાહીનો આગ્રહ કરવામાં આવ્યો છે.
We strongly condemn defacing of BAPS Swaminarayan Mandir Toronto with anti-India graffiti. Have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators. @MEAIndia @IndiainToronto @PIB_India @DDNewslive @CanadainIndia @cgivancouver
— India in Canada (@HCI_Ottawa) September 15, 2022
કહેવામાં આવી રહ્યુ છે કે આ ઘટના મંગળવારની છે. ભારતીય હાઇકમિશને આ ઘટનાને કેનેડાના અધિકારીઓ સામે ઉઠાવતા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. જોકે, હજુ સુધી આ વાતની પૃષ્ટી થઇ શકી નથી કે આ ઘટના કોઇ વ્યક્તિએ અથવા કોઇ સંગઠન સાથે જોડાયેલા લોકોએ કરી છે.
મંદીરની દિવાલ પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ કેનેડાની સાંસદ સોનિયા સિદ્ધૂએ ટ્વીટ કરીને લખ્યુ કે ટોરંટો સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં બનેલી ઘટનાથી હું વ્યથિત છું. અમે એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મી દેશમાં રહીએ છીએ જ્યા દરેક કોઇ સુરક્ષિત અનુભવનો હકદાર છે. જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
બ્રૈમ્પટનના મેયર પૈટ્રિક બ્રાઉને નિરાશા વ્યક્ત કરતા લખ્યુ કે આ રીતની નફરતને કોઇ સ્થાન નથી. આશા કરીએ કે જવાબદાર ગુનેગારોને જલ્દી ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
આ ઘટના પર ભારતીય મૂળના કેનેડીયન સાંસદ ચંદ્ર આર્યાએ કહ્યુ કે કેનેડાના ખાલિસ્તાની ચરમપંથીઓ દ્વારા ટોરંટોના શ્રી સ્વામીનારાયણ મંદિરને બદનક્ષીની ઘટનાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે.
Advertisement