નવી દિલ્હી: સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપતા કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થુ (DA)માં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને લગભગ 62 લાખ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા બાદ DA વધીને 38 ટકા થઇ ગયો છે.
Advertisement
Advertisement
તમને જણાવી દઇએ કે અગાઉ માર્ચમાં કેન્દ્રીય કેબિનેટે સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાના વધારાને મંજૂરી આપી હતી, ત્યારબાદ DA વધારીને 34 ટકા થઇ ગયુ હતુ. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને દેશભરના પેન્શનરોને 7માં પગાર પંચના આધારે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)માં સંશોધનની રાહ જોઇ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી સરકાર નવરાત્રિની આસપાસ તેની જાહેરાત કરતી આવી છે.
50 લાખ કર્મચારીઓને થશે ફાયદો
સરકારના મોંઘવારી ભથ્થુ વધારવાથી દેશના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે કારણ કે તેની સેલેરી અને પેન્શનમાં વધારો થઇ જશે. સરકારે વર્ષની શરૂઆતમાં DA 3 ટકા વધાર્યુ હતુ જે બાદ મોંઘવારી ભથ્થુ 34 ટકા થઇ ગયુ હતુ. હવે ચાર ટકા DA વધારવાથી મોંઘવારી ભથ્થુ વધીને 38 ટકા થઇ જશે.
કેટલો પગાર વધશે
DA હાઇક પછી કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થશે. 8 હજાર રૂપિયાની બેસિક સેલેરી પર DAમાં 720 રૂપિયાનો વધારો થશે. 25 હજાર મૂળ વેતન થવા પર આ પગાર 1 હજાર રૂપિયા પ્રતિ માહ થઇ જશે. 50 હજાર બેસિક સેલેરી મેળવનારાઓને 2 હજાર રૂપિયાનો દર મહિને ફાયદો થશે, જે કર્મચારીઓનો બેસિક પગાર 56,900 રૂપિયા છે, તેમણે 38 ટકા મોંઘવારી ભથ્થાના હિસાબથી 21,622 રૂપિયા મળી શકે છે.
શું છે મોંઘવારી ભથ્થુ (DA)
મોંઘવારી ભથ્થુ પગારનો એક ભાગ હોય છે. આ કર્મચારીનો બેસિક પગાર એક નિશ્ચિત સંખ્યામાં હોય છે. કર્મચારીઓ પર મોંઘવારીની અસર ઓછી કરવા માટે સરકાર મોંઘવારી ભથ્થુ આપે છે. સમયે સમયે તેમાં બદલાવ પણ કરવામાં આવે છે.
Advertisement