ગયા: બોધગયાના કાલચક્ર મેદાન પાસે ગુરૂવાર સાંજે પોલીસે એક ચીની મહિલા મિસ સોંગ શિયાઓલનની અટકાયત કરી છે. મહિલા બૌદ્ધ ભિક્ષુના વેષમાં હતી. કહેવામાં આવી રહ્યુ છે કે તે વર્ષ 2019થી જ બોધગયામાં છે, વચ્ચે તે નેપાળ ગઇ હતી. તે ચીનમાં વોલન્ટિયરના રૂપમાં કામ કરતી હતી. બોધગયા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
બિહારના બોધગયામાં બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઇ લામા એક મહિનાના પ્રવાસ પર છે. સૂત્રો અનુસાર જાસૂસીના શકમાં બોધગયા પોલીસ એક ચીની મહિલાને શોધી રહી હતી. ચીની મહિલાનો સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે ચીની મહિલા 2 વર્ષથી દેશના અલગ અલગ ભાગમાં રહેતી હતી. જોકે, ફૉરેન સેક્ટરમાં તેનો કોઇ રેકોર્ડ નથી. આ મહિલાની શોધ એટલા માટે કરવામાં આવતી હતી કારણ કે તેની પર જાસૂસ થવાનો શક છે.
બોધગયા પોલીસ ચીની મહિલાને શોધતી હતી
ચીની મહિલાની શોધમાં બોધગયા પોલીસ લાગેલી છે. મહિલાનું નામ સૉન્ગ શિયાઓલૉન છે. સાથે જ તેનો વીઝા નંબર 901BAAB2J અને PP No EH2722976 કહેવામાં આવ્યો છે. ચીન પહેલા દલાઇ લામાને લઇને વિરોધ કરતુ રહ્યુ છે. એવામાં એક ચીની મહિલાને બિહાર પોલીસ જો શોધી રહી છે તો આ મોટી વાત છે. તમને જણાવી દઇએ કે દલાઇ લામાની સુરક્ષા વધારતા ચાર સ્તરની કરી દેવામાં આવી છે. ગયા પોલીસ આ ચીની મહિલાને શોધવા માટે સોશિયલ મીડિયાનો પણ સહારો લઇ રહી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સી અને જાસુસી એજન્સીના રડાર પર પણ ચીની મહિલાને ટ્રેક કરવામાં લાગેલુ છે પરંતુ હજુ સુધી શંકાસ્પદ ચીની મહિલા સૉન્ગ શિયાઓલોન વિશે કઇ ખબર પડી શકી નથી.
ચીની મહિલાની પોલીસે અટકાયત કરી
એક સ્થાનિક વેબસાઇટ અનુસાર ગયા એસએસપી હરપ્રીત કૌરે કહ્યુ કે એક ઇનપુટ આવ્યા છે કે ચીની મહિલા ગયા જિલ્લામાં રહે છે. 2 વર્ષથી તેના ભારતમાં રહેવાના પણ ઇનપુટ મળ્યા છે, જેનો ફૉરેન સેક્ટરમાં કોઇ રેકોર્ડ નથી, જેને જોતા એલર્ટ કરવામાં આવ્યુ છે અને ચીની મહિલાની શોધ કરવામાં આવી રહી છે. આ ચીની મહિલાને શોધી શકાઇ નથી જેને કારણે કેટલાક શંકાસ્પદ પોઇન્ટ બની રહ્યા છે, તેના ચીની જાસૂસ હોવાના શકનો ઇનકાર કરી શકાય નહી.
દલાઇ લામાની પૂજા ચાલુ
દલાઇ લામાએ બોધગયામાં ગુરૂવાર સવારે એક સભાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યુ, જો તમે આસ્તિક છો તો તમારે બીજા વિશે વિચારવુ જોઇે. તિબત્તી અધ્યાત્મ ગુરૂએ કહ્યુ, આપણે બધાએ માણસના રૂપમાં જન્મ લીધો છે અને હું જ્યા પણ રહીશ, માનવતા માટે કામ કરતો રહીશ.
Advertisement