નવી દિલ્હી: ચીન જઇ રહેલા ઇરાનના વિમાનમાં બોમ્બની ધમકી મળી છે. લાહોર ATCએ ભારતને જાણ કરતા એજન્સીઓ સાવચેત થઇ ગઇ હતી અને ઇરાનના વિમાનને ઉતારવાની પરવાનગી આપી નહતી. જોધપુરથી સુખોઇ વિમાન ઉડાવવામાં આવ્યા હતા અને સુખોઇ ફાઇટર જેટ્સે હવામાં જ ઘેરાબંધી કરી લીધી હતી. દિલ્હી-જયપુરમાં ઇરાનના વિમાનને ઉતરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. તહેરાનથી ચીન જઇ રહેલા વિમાનમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી.
Advertisement
Advertisement
એટીસી સૂત્રોએ જણાવ્યુ કે તહેરાનથી ચીનના ગ્વાંગઝાઉ જઇ રહેલા મહાન એરના વિમાને દિલ્હી એરપોર્ટ એટીસી સાથે વાતચીત કરી હતી. જેવુ જ વિમાન પાયલોટને બોમ્બનો ધમકી ભરેલો કોલ મળ્યો તેને તે બાદ દિલ્હી એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર ઉતરવાની સલાહ આપી હતી પરંતુ પાયલોટે તેનો ઇનકાર કરી દીધો હતો અને ભારતીય એરસ્પેસથી બહાર નીકળી ગયુ હતુ.
જેવુ જ ઇરાની પ્લેન ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો તેવો જ ભારતીય વાયુસેના સુખોઇ વિમાનોને એક્ટિવ કરી દેવામાં આવ્યા હતા. જોકે, થોડી વાર બાદ ઇરાની વિમાન ચીન માટે રવાના થઇ ગયુ હતુ.
સુત્રોએ જણાવ્યુ કે સવારે 9.20 મિનિટ પર દિલ્હી પોલીસને ઇરાનના મહાન એરપ્લેનમાં બોમ્બ રાખવાનો ધમકી ભરેલો કોલ આવ્યો હતો, જે સમયે આ કોલ આવ્યો તે સમયે પ્લેન ભારતીય વાયુસીમામાં હતો. એટીસી સૂત્રોએ જણાવ્યુ કે મહાન એરે દિલ્હી એટીસીને તુરંત લેન્ડિંગની પરવાનગી માંગી હતી. દિલ્હી એટીસીએ પ્લેનને જયપુર જવા માટે કહ્યુ હતુ, તે બાદ વિમાનના પાયલોટે એવુ કર્યુ નહતુ અને બાદમાં તે ભારતીય વાયુસીમાની બહાર નીકળી ગયુ હતુ.
Advertisement