બ્રાજિલિયા: બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકોએ દેશની મહત્વની સરકારી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. ચૂંટણી હાર સ્વીકારવાનો ઇનકાર કરી ચુકેલા બોલ્સોનારોના હજારો સમર્થકોએ પાટનગર બ્રાજિલિયા સ્થિત રાષ્ટ્રપતિ ભવન, સંસદ અને સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો હતો.
Advertisement
Advertisement
આ હિંસાએ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો દ્વારા અમેરિકન સંસદ પર કરેલા હુમલાની યાદ અપાવી દીધી છે. જોકે, બોલ્સોનારોએ પોતાના સમર્થકોના હિંસાની ટિકા કરતા પોતાની ભૂમિકાનો ઇનકાર કર્યો છે.
ઉપદ્રવિઓએ બિલ્ડિંગમાં તોડફોડ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે બોલ્સોનારોના સમર્થક મોટી સંખ્યામાં સંસદ અને સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગમાં ઘુસે છે અને ત્યા તોડફોડ કરી રહ્યા છે. કેટલાક ઉપદ્રવી સંસદની છત પર પણ પહોચી ગયા હતા જ્યા કાયદો બનાવવા સાથે જોડાયેલુ કામ થાય છે. આ ઉપદ્રવિઓએ હસ્તક્ષેપ લખેલુ એક બેનર પણ લહેરાવ્યુ હતુ જેને બ્રાઝીલની સેનાને અપીલ સમજવામાં આવી રહી છે.
3 હજાર કરતા વધુ લોકોએ હિંસા કરી
સ્થાનિક સમાચાર ચેનલ પર ચાલી રહેલા ફૂટેજમાં જોઇ શકાય છે કે કેટલાક ઉપદ્રવી લીલા અને પીળા રંગના કપડા પહેરીને રાષ્ટ્રપતિ ભવનની અંદર ફરી રહ્યા છે. કેટલાક ઉપદ્રવિઓ દ્વારા પોલીસ કર્મીને માર મારવાનો વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે.
સ્થાનીક મીડિયાનું અનુમાન છે કે 3 હજાર કરતા વધુ વિરોધીઓએ આ હિંસાને અંજામ આપ્યો છે, તેમણે પાછળ ધકેલવા માટે પોલીસે ટિયર ગેસના ગોળાનો ઉપયોગ કરવો પડ્યો હતો.
સંસદ ભવન પર સુરક્ષાદળોનું નિયંત્રણ
3 કલાક કરતા વધુ સમય સુધી ચાલેલા વિરોધ પર કાબુ મેળવતા સુરક્ષાકર્મીઓએ સંસદની બિલ્ડિંગને પોતાના નિયંત્રણમાં લઇ લીધી છે. સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાંથી વિરોધીઓને ખસેડવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિએ બોલ્સોનારોને જવાબદાર ઠેરવ્યા
ગત અઠવાડિયે બ્રાઝીલના રાષ્ટ્રપતિ પદના શપથ લેનારા લૂલા ડા સિલ્વાએ હિંસા માટે બોલ્સોનારોને જવાબદાર ઠેરવ્યા છે, તેમણે પાટનગરમાં આ મહિનાના અંત સુધી કેન્દ્રીય સુરક્ષા તૈનાત કરી દીધી છે. બોલ્સોનારોને જવાબદાર ઠેરવતા લૂલાએ કહ્યુ કે આ વિરોધીએ તે કર્યુ છે જે દેશના ઇતિહાસમાં પહેલા ક્યારેય થયુ નથી. આ તમામ લોકોને શોધીને તેમણે કડક સજા આપવામાં આવશે. અત્યાર સુધી 200 ઉપદ્રવિઓની ધરપકડ કરાઇ છે.
કેટલાક વૈશ્વિક નેતાઓએ ઘટનાની ટિકા કરી
બ્રાઝીલની સરકારી બિલ્ડિંગ પર થયેલી હિંસાની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટરેસ સહિત કેટલાક વૈશ્વિક નેતાઓએ ટિકા કરી છે.
Advertisement