ગાંધીનગર: “મને વિશ્વાસ છે કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે” પીએમ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અવાર નવાર આ વાત કરી હતી. આ વાત હવે સાચી સાબિત થઇ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 બેઠક પર જીત મળતી જોવા મળી રહી છે.
ગુજરાતની 1960માં રચના થઇ હતી અને તે પછી આજ સુધી કોઇએ પણ આટલી બેઠક જીતી નથી. 1985માં કોંગ્રેસના માધવસિંહ સોલંકીની લીડરશિપમાં કોંગ્રેસ 149 બેઠક જીત્યુ હતુ. તેને અત્યાર સુધી ગુજરાતનો રેકોર્ડ માનવામાં આવતો હતો, જેને હવે ભાજપના ભૂપેન્દ્ર પટેલે તોડી નાખ્યો છે. ભાજપની આ જીત તેની માટે મોટી ભેટ જેવી છે જે સાતમી વખત જીતી છે.
ભાજપની સતત 7મી વખત ગુજરાતમાં જીત મેળવવી પણ એક રેકોર્ડ જ છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં ડાબેરી દળોએ સતત 7 વખત જીત મેળવી હતી. આ રીતે ભાજપ ફરી એક વખત ગુજરાતમાં સત્તા મેળવી ચુકી છે અને આગામી ચૂંટણી સુધી ગુજરાતમાં તેના 32 વર્ષ પૂર્ણ થઇ જશે. ગુજરાતમાં ભાજપની જીતનો અંદાજનો આ વાતથી લગાવી શકાય છે કે પાર્ટીને 53 ટકા મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસ 26.8 ટકા પર જ અટકી ગઇ છે.
આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને થયુ નુકસાન
માનવામાં આવી રહ્યુ છે કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણુ મોટુ નુકસાન થયુ છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને 13.6 ટકા મત મળ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટી જો મુકાબલામાં ના હોત તો કોંગ્રેસને 40 ટકાની આસપાસ મત મળી શકતા હતા જેટલા તેને મળતા રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 156 બેઠક પર જીત મેળવવી મોટી સિદ્ધિ છે અને આ બહુમત માટે જરૂરી 92 બેઠક કરતા ક્યાય વધારે છે.
મોરબીમાં પણ ભાજપ જીત્યુ, રીવાબાને પણ જનતાએ આશીર્વાદ આપ્યા
રાજકીય વિશ્લેષકોનું કહેવુ છે કે પીએમ નરેન્દ્ર મોદીની સાખ માટે જનતાનું વોટ નાખવુ ભાજપના ફાયદામાં રહ્યુ હતુ. આ સિવાય આમ આદમી પાર્ટીના વોટ કાપવાને કારણે પણ ભાજપનું કામ આસાન થઇ ગયુ હતુ. આ સિવયા બ્રિજ દૂર્ઘટનાનો શિકાર મોરબીમાં પણ ભાજપ જીત્યુ છે.