- શાળામાં છેલ્લી પાટલીએથી રાજકારણની આગલી પાટલી સુધીની સફરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ હાર માને એ બીજા
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: જો તમારામાં ખંતથી મેહનત કરવાની લગન હશે, તમારામ પૂરતી ધીરજ હશે તો તમારો ઉત્તમ સમય એક દિવસ જરૂર આવશે. આજે વાત કરવાની છે સમયની સાથે સાથે ચાલી પુરતી ધીરજ રાખી હાંસિયામાં ધકેલાવાથી ભાજપ સંગઠનના અતિ મહત્વના પદ સુધી પહોંચેલા ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના જાંબાઝ મહામંત્રી નિલ રાવની.નિલ રાવ જે જ્ઞાતિ માંથી આવે છે એ જ્ઞાતિની સંખ્યા નર્મદા જિલ્લામાં ખુબ જ ઓછી હોવા છતાં તેઓ તમામ જ્ઞાતિના યુવાનોના દિલોમાં એક આદર્શ યુવાન તરીકેની ઉત્તમ છાપ ધરાવે છે.એ બાબત દર્શાવે છે કે નિલ રાવ સંગઠનમાં માહેર ખેલાડી છે.નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નિલ રાવને જાંબાઝ મહામંત્રીનું બિરુદ ખુદ ભાજપના સિનિયર સાંસદ અને બેદાગ નેતા મનસુખ ભાઈ વસાવાએ જાહેરમાં આપ્યું હતું.
Advertisement
Advertisement
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામે 28 સપ્ટેમ્બર 1987 ના રોજ જન્મેલા નિલ રાવની રાજકીય સફર ખૂબ અટપટી રહી છે.શાળામાં દિવસોથી જ રાષ્ટ્ર પ્રેમની ભાવના એમના મનમાં જાગી હતી.તેઓ માત્ર 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘમાં જોડાયા, અભ્યાસની સાથે સાથે આર.એસ.એસ નાં સ્વયંમ સેવક તરીકે પ્રચારના કાર્યમાં તેઓ લાગી ગયા, તેઓ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘમાં દ્વિતીય વર્ગ શિક્ષિત છે.વાત કરીએ નિલ રાવના રાજકીય સફરની તો રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ થકી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.નર્મદા જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ તરીકે પોતાના સમયગાળામાં તેઓએ ઘણા બધા સેવાકીય કાર્યો પણ કર્યા,
ચૂંટણીના સમયે યુવા ભાજપના કાર્યકરોની જંગી રેલીઓ પણ કરી.પોતાની અલગ યુવા કાર્યકરોની ટીમ સાથે સતત ચુંટણી પ્રચાર કરી નર્મદા જિલ્લામાં ભાજપને ધબકતું રાખ્યું હતું.પરંતુ એક સમય એવો પણ આવ્યો કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રીતસરના હાંસિયામાં ધકેલાયા હતા.એ સમયની જો વાત કરીએ તો રીતસરની એમની અવગણનાં કરવામાં આવતી હતી, તે છતાં હિંમત હાર્યા વગર ખંતથી પાર્ટી માટે કામ કરતા રહ્યા.અંધારા પછી અજવાળું જરૂર આવે છે, એમ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલે નિલ રાવની નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પદે નિયુક્તિ કરી.આમ ધીરજનું ફળ હમેશા મીઠુ હોય છે એ કેહવતને નિલ રાવે સાર્થક કરી બતાવી છે.
આ પણ વાંચો : World Heart Day 2022: કેમ યુવાઓમાં વધી રહ્યાં છે હાર્ટ એટેકના કેસ
નાની ઉંમરે મોટી ખ્યાતિ મળે તો કોઈ પણ વ્યક્તિ અભિમાનથી છકી જાય, પરંતુ 35 વર્ષની નાની ઉંમરે ભાજપ સંગઠનમાં મહત્વના પદ પર પહોંચેલા નિલ રાવમાં અભિમાનનો છાંટો પણ નથી.ખરાબ સમયમાં જેણે પણ એમનો સાથ છોડ્યો નથી એવા તમામને તેઓ હાલ યેન કેન પ્રકારે મદદ કરતાં જ રહે છે.એમનાં આવા જ સ્વભાવને કારણે તેઓ યુવા વર્ગમાં અલગ લોકચાહના ધરાવે છે.
શાળાના દિવસોને યાદ કરતા નિલ રાવના બાળપણના મિત્ર રાહુલ પટેલ (સ્ટેચ્યુ ઓફ યુનિટી, PRO) જણાવે છે કે નિલ રાવમાં સેવાભાવ અને આગેવાનીના ગુણ તો પેહલેથી જ હતા, કોંગ્રેસનાં તપતા કાળમાં નિલ રાવ જ્યારે શાળાના સમયમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘમાં જોડાયા ત્યારે લોકો એમની હાંસી ઉડાવ્યા કરતા હતા તે છતાં એ ડગ્યા નહિ અને પોતે પોતાનું કાર્ય કર્યે જતાં હતાં.શાળામાં છેલ્લી પાટલીએથી રાજકારણની આગલી પાટલી સુધીની સફરમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ હાર માને એ બીજા.
રાહુલ પટેલ વધુમાં જણાવે છે શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ હોય તો તેઓ NCC કેડેટ નિલ રાવ પાસે અચૂક આવતા હતા. રાજપીપલા સરકારી હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓને પીવાના પાણી અને શૌચાલયની ઘણી તકલીફો પડતી હતી ત્યારે નિલ રાવે આગેવાની લઈ હિંમત ભેર રજુઆત કરી અને વિદ્યાર્થીઓને પીવાની શુધ્ધ પાણી અને શૌચાલયની સુવિધાઓ ઉભી કરાવી હતી, અન્યાય સામે અવાજ ઉઠાવવાની શરૂઆત નિલ રાવે શાળા સમયથી શરુ કરી હતી.સુનામી અને ભૂકંપના સમયે હું અને નિલ રાવ બન્નેવ સુનામી અને ભૂકંપ પીડિતો માટે ફંડ ફાળો એકત્ર કરવા ગયા હતા, એ વખતે અમે 4 હજાર રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી રાહત ફંડમાં જમાં કરાવી હતી.આ કાર્યથી ખુશ થઈ અમારી શાળાના આચાર્ય અમને નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી.બગડા પાસે લઈ ગયા, ત્યારે કે.ડી.બગડાએ ખાસ નિલ રાવને એવા આશીર્વાદ આપ્યા હતા કે તમે સમાજ સેવામાં ખૂબ આગળ વધો ખુબ નામના કમાઓ.
Advertisement