ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના આરામદાયક સ્થિતિમાં હોવાના સમાચાર વચ્ચે પાર્ટી નેતૃત્વ મતદારોના વિચારને લઇને વધુ પરેશાન જોવા મળે છે. ચૂંટણીમાં જીતવા માટેની રણનીતિ અને તૈયારીની સમીક્ષા માટે યોજાનારી ભાજપની બેઠકમાં નોટા (NOTA) વોટને ઓછી કરવાની ચર્ચા મુખ્ય વિષય બની ગયો છે. વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર નોટાના વોટ ત્રીજા સ્થાન પર રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષમાં વધારો થતા NOTAમાં ઓછા મત પડી શકે છે. આ સિવાય દરેક વિધાનસભા બેઠક પર 10થી વધુ અપક્ષ ઉમેદવાર ઉભા રહેવાને કારણે NOTAનો વિકલ્પ લોકો ઓછો પસંદ કરશે.
Advertisement
Advertisement
EVM પર NOTAની જગ્યાએ બદલાવનો પણ પ્રયાસ
પહેલા ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર નોટા (NOTA)ની જગ્યાને અંતથી હટાવવા માટે પણ ભાજપ તરફથી નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓ અનુસાર, કેટલાક લોકોએ તેને યાદીમાં નંબર એક માનતા અંતિમ યાદી પર પોતાનો મત આપ્યો હતો. પાર્ટીના નેતા સ્વીકાર કરે છે કે તેમની કેડર અને બૂથ સ્તરના કાર્યકર્તાઓ માટે સૌથી મોટુ કામ બાજપની જીત વિશે અતિ-આત્મવિશ્વાસ ઉભો કરવાની જગ્યાએ મતદાન દિવસે મતદારોને ઘરની બહાર કાઢવાના છે.
શું કહે છે 2017 ચૂંટણીમાં NOTAના આંકડા
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના આંકડા જોઇએ તો ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકમાંથી 115 પર નોટા (NOTA) ત્રીજા સ્થાન પર હતુ. ગુજરાતના લગભગ ત્રણ કરોડ મતદારમાંથી લગભગ 5.51 લાખ અથવા 1.84 ટકા મતદારોએ નોટાને પસંદ કર્યો હતો. રાજ્યમાં નોટાનો કુલ વોટ શેર ભાજપ (49.05 ટકા) અને કોંગ્રેસ (41.44 ટકા) પછી ત્રીજા નંબર પર સૌથી વધુ નોટા (1.84 ટકા) હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારમાંથી માત્ર ત્રણ જ ચૂંટણી જીતી શક્યા હતા. આ એકમાત્ર ગ્રુપ હતુ જેને નોટા કરતા વધુ મત મેળવ્યા હતા.
આ પણ વાંચો: નાંદોદ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાનું શકિત પ્રદર્શન, વિરોધીઓની ચિંતા વધી
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં યોજાશે મતદાન
કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI)એ 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં મતદાન માટે મંગળવાર સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે સામે આવશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન યોજાશે.
આ વર્ષે 4.9 કરોડથી વધુ મતદાર વોટ આપવાના છે. ગુજરાતમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્ર બનાવવામાં આવવાના છે. કેન્દ્રએ ગુજરાત ચૂંટણી પહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 160 કંપનીઓને તૈનાત કરી છે. ગુજરાત વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023માં ખતમ થઇ રહ્યો છે.
Advertisement