અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન પીએમ મોદી મોટેરા સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે અને 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોનું લોકાર્પણ કરશે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ અને મેટ્રો રૂટની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા.
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 36મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સ્થળ મુલાકાત લઈને કર્યું હતું. સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ તૈયારીઓના નિરીક્ષણ પછી સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો પણ કર્યા
અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત, થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની કામગીરીના આખરી ઓપ અને વડાપ્રધાનશ્રી દ્વારા થનારા મેટ્રો રેલ પ્રારંભની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સવારે કર્યું હતું. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એસ. એસ.રાઠોર,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા,મેટ્રો રેલ,શહેરી વિકાસ વિભાગ અને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાતમાં જોડાયા હતા
Advertisement