નવી દિલ્હી: યૂપીમાં યોજાનારી પેટા ચૂંટણીમાં રામપુર વિધાનસભા બેઠકની ચર્ચા થઇ રહી છે. લોકસભા ચૂંટણી હોય કે વિધાનસભા, આ બેઠક પર હંમેશા આઝમ ખાનનો દબદબો હતો. 45 વર્ષની ચૂંટણી ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે રામપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે અને આઝમ ખાનનો પરિવાર તેમાં સામેલ નહી થાય.
Advertisement
Advertisement
લોકસભા બેઠક પર પહેલા જ કમળ ખીલી ચુક્યુ છે. હવે વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીમાં પણ આઝમ ખાનનો પરિવાર દૂર થઇ ગયો છે.
હેટ સ્પીચ કેચમાં આઝમ ખાનનું ધારાસભ્ય પદ ગયુ
હેટ સ્પીચ કેસમાં દોષી થયા બાદ કોર્ટે રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના કદાવર નેતા આઝમ ખાનનું ધારાસભ્ય પદ લઇ લીધુ હતુ. કોર્ટે આઝમ ખાનનું વિધાનસભાનું સભ્યપદ અયોગ્ય જાહેર કર્યા બાદ અહી પેટા ચૂંટણી કરાવવી પડી રહી છે. લોકોને આશઆ હતી કે સમાજવાદી પાર્ટી તરફથી પેટા ચૂંટણીમાં પણ આઝમ પરિવારના કોઇ સભ્યને ટિકિટ આપવામાં આવશે પરંતુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એવુ કર્યુ નહતુ.
પેટા ચૂંટણીમાં આઝમ ખાનના પરિવારે અંતર જાળવ્યુ
સપા તરફથી પેટા ચૂંટણીમાં આસિમ રઝાને ટિકિટ આપવામાં આવી છે. ખુદ આઝમ ખાને આસિમ રઝાના નામની જાહેરાત કરી છે. 45 વર્ષના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત થઇ રહ્યુ છે કે રામપુર બેઠક પરથી કોઇ સભ્યને ટિકિટ મળી નથી. આઝમ ખાન ખુદ 10 વખત રામપુર બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. એક પેટા ચૂંટણીમાં સપાએ આઝમ ખાનની પત્ની તંજીન ફાતિમાને ટિકિટ આપી હતી અને તે પેટા ચૂંટણી જીતીને વિધાનસભા પહોચ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: પીએમ મોદી ડોર ટૂ ડોર પ્રચાર કરશે, ભાજપે બનાવી રણનીતિ
1977માં રાજનીતિમાં આવ્યા હતા આઝમ ખાન
રામપુરના રાજકારણમાં આઝમ ખાને 1977માં પગ મુક્યો હતો, તેમણે પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણી જનતા પાર્ટીની ટિકિટ પર લડી હતી પરંતુ તેમણે કોંગ્રેસના ઉમેદવાર મંજૂર અલી ખાન ઉર્ફ શન્નૂ મિયાં સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 1980માં આઝમ ખાને ફરી નસીબ અજમાવ્યુ હતુ અને ચૂંટણી જીતીને વિધાનસભા પહોચ્યા હતા. તે બાદ આઝમ ખાને ક્યારેય પાછળ ફરીને જોયુ નથી પરંતુ યૂપીમાં જેવી જ યોગી સરકાર આવી, રામપુરમાં આઝમ ખાનનું રાજકીય વર્ચસ્વ ખતમ થવા લાગ્યુ. યોગી સરકારમાં આઝમ ખાનની મુશ્કેલી એવી વધી કે તેમણે 2 વર્ષ જેલમાં રહેવુ પડ્યુ.
રામપુરથી ખતમ થઇ રહી છે આઝમની બાદશાહત
રામપુર લોકસભા બેઠક પર ભાજપનું કમળ ખીલી ચુક્યુ છે. હવે વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં આઝમના પરિવારના કોઇ સભ્યને સપાએ ટિકિટ આપી નથી. ભાજપે આઝમના વિરોધી રહેલા આકાશ સક્સેનાને મેદાનમાં ઉતાર્યા છે. આકાશે જ આઝમ ખાન પર કેટલાક કેસ દાખલ કરાવ્યા છે.
Advertisement