ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જાન્યુઆરી, 2024ના ત્રીજા અઠવાડિયામાં રામલલાની સ્થાપના તેમના મૂળ સ્થાને કરવામાં આવશે. આ પ્રતિષ્ઠા વિધિમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સામેલ થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજે થાણે જિલ્લાના ડોંબિવલીમાં એક કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. જાન્યુઆરીના અંત સુધીમાં રામલલાની સ્થાપના તેમના મૂળ સ્થાને પ્રધાનમંત્રીના હસ્તે કરાવવામાં આવશે.
Advertisement
Advertisement
જાન્યુઆરી અગાઉ ગર્ભગૃહ અને દર્શનની વ્યવસ્થાનું કામ પૂર્ણ કરાશેઃ ગિરિ
ગિરિએ કહ્યું, “રામ મંદિર નિર્માણ અને 2024ની સામાન્ય ચૂંટણીઓ વચ્ચે કોઈ સંબંધ નથી. અમે માત્ર અમારું કાર્ય કરી રહ્યા છીએ. રામ લલાની મૂર્તિને નાના મંદિરમાં સ્થાનાંતરિત કરી તે પહેલા લાંબા સમય સુધી એક મંડપમાં રાખવામાં આવી હતી.”
ગિરિએ જણાવ્યું કે ટ્રસ્ટનું લક્ષ્ય જાન્યુઆરી 2024 પહેલા ગર્ભગૃહ અને પહેલા માળનું કામ પૂરું કરીને શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા કરવાનું છે. મૂર્તિની સ્થાપના થયા પછી પણ નિર્માણ કાર્ય ચાલુ રહેશે.
Advertisement