અમદાવાદથી નીકળીને હાઈપ્રોફાઈલ ફિલ્મી ડ્રામા સાથે અતિક અહેમદની સુરક્ષા સાથે ઉત્તર પ્રદેશ પોલીસ આઠ વાહનો સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાગ પાસે આવેલી નૈની જેલ પહોંચી છે.
Advertisement
Advertisement
ચોવીસ કલાકના પ્રવાસ દરમ્યાન પોલીસે આઠ વાર રેસ્ટ કર્યો હતો. રસ્તામાં એક ગાયની અડચણ આવતાં થોડીવાર આ કાફલો રોકાયો હતો. ત્યાર બાદ ઝાંસીની રિઝર્વ પોલીસ લાઈનમાં અતિકને લઈને થોડીવાર રેસ્ટ કરીને પોલીસે અલાહાબાદ તરફ પ્રયાણ કર્યું હતું.
સમાજવાદી પાર્ટી સાથે ઘરોબો રાખનારા અતિક સામે હત્યા અને ખંડણીના આરોપમાં સજા પામેલા અતિકને ખબર છે કે યોગી સરકાર અત્યારે ગેેંગસ્ટરો, માફિયાઓ અને ખંડણીખોરો સામે આકરાપાણીએ છે અને એ કારણે જ પોતાનું એન્કાઉન્ટર ના થાય એ અંગેની ભિતી બતાવી હતી.
બીજી તરફ અતિકની બહેન અને તેના પરિવારજનો ઝાંસી હાઈવેથી ઉત્તર પ્રદેશની સીમાઓમાં કાર લઈને પીછો હોવાનું જાણવા મળ્યું હતું.
પહેલીવાર કોઈ માફિયાની આટલે રિપોર્ટિંગ થયું હોય એવું હાઈપ્રોફાઈલ વાતાવરણ આ કેસમાં જોવા મળ્યું હતું.
Advertisement